નિદ્રામાં મોદી સરકાર, એક મહિનામાં પાકિસ્તાને ૧૦ જવાન નો ભોગ લીધો

0
180
Within a month, Pakistan took 10 jawans
Advertisement
Loading...

(જી.એન.એસ)ન્યુ દિલ્હી, સરહદ નજીકની ૩૦૦થી વધુ શાળા બંધ કરી દેવામાં આવી છે અને હજારોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.પાક.ના ગોળીબાર સામે ભારતના માત્ર વાકબાણ, ગૃહ પ્રધાન રાજનાથ કહે છે ’ પાક.ની એક ગોળી સામે ભારત ગોળીઓનો વરસાદ કરશે’ પણ ક્યારે?

પાકિસ્તાન દ્વારા ગયા મહિને દરરોજ ગોળીબાર કરવામાં આવ્યો અને આ મહિને પણ તેની નફ્ફટાઇ ચાલુ જ રાખી છે. પાકિસ્તાને સરહદી ગામડાઓ અને ભારતીય સૈન્યની ચોકીઓને નિશાન બનાવી અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. એલઓસી પાસે પૂંચ અને રાજૌરી જિલ્લામાં પાકિસ્તાને કરેલા આ તોપમારામાં ભારતના ચાર જવાનો શહીદ થઇ ગયા છે જ્યારે ત્રણ જવાન સહીત કુલ આઠ લોકો ઘવાયા હતા.

સરહદી ગામડા અને ભારતીય ચોકીઓ એમ બન્નેને પાકિસ્તાન સૈન્યએ નીશાન બનાવ્યા હતા. જે ત્રણ જવાનો શહીદ થયા છે તેઓ પૂંચ સેક્ટરમાં તૈનાત હતા. જ્યારે આઠ ઘાયલોમાં ૧૫ વર્ષીય યુવતી શેહનાઝ બાનો અને ૧૪ વર્ષીય યાસીન આરીફનો સમાવેશ થાય છે. અહીં આવેલા ઇસ્લામાબાદ ગામમાં આ બન્ને સગીર વયના ઘવાયા હતા, અને તાત્કાલીક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સૈન્યએ કરેલા ગોળીબારનો ભારતીય સૈન્યએ આક્રામક જવાબ પણ આપ્યો હતો. નાના મોટા હથિયારો વડે પાકિસ્તાને ગોળીબાર કરી ગામડાના નિર્દોશ લોકોને નિશાન બનાવ્યા હતા. અન્ય એક શસ્ત્ર વિરામ ભંગની ઘટના રાજૌરી જિલ્લામાં સામે આવી છે. અહીં પણ ભારતીય ચોકીઓને નિશાન બનાવી પાક. સૈન્યએ તોપમારો કર્યો હતો જેમાં ત્રણ ભારતીય જવાનો શહીદ થઇ ગયા છે. સરહદે હાલ સ્થિતિ ગંભીર છે અને ભારતીય ગામડાઓમાં આવેલી સરહદી વિસ્તારની આશરે ૩૦૦ જેટલી શાળાઓને બંધ કરી દેવાઇ છે. અને હજારો લોકોએ સ્થળાંતર કરવુ પડયું છે.

ગયા મહિને પણ પાકિસ્તાન સૈન્યએ ૧૪ ભારતીયોનો ભોગ લીધો હતો. છ જવાનો શહીદ થયા હતા જ્યારે આઠ નાગરીકોના પણ મોત નિપજ્યા હતા. આ વખતે પણ ફરી સરહદી ગામડામાં રહેતા નાગરીકોની હત્યા કરવાનો પ્રયાસ પાકિસ્તાન સૈન્યએ કર્યો હતો. મહિનામાં જ ૧૮ લોકોનો ભોગ લીધો છે તો પણ કોઇ જ નક્કર જવાબી કાર્યવાહી હજુસુધી કરવામાં નથી આવી. અગાઉની જેમ આ વખતે પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે દાવા કર્યા હતા કે ભારતીય જવાનો પણ પાકિસ્તાન સૈન્યને કોઇ પણ પ્રકારના હુમલા કે શસ્ત્ર વિરામ ભંગનો આક્રામક રીતે જવાબ આપી રહ્યા છે.

૧૮મી ફેબુ્રઆરીએ ત્રિપુરામાં મતદાન યોજાવાનું હોવાથી રાજનાથસિંહ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓએ પોતાના પ્રચાર દરમિયાન આ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે મે જવાનોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો પાકિસ્તાન તરફથી એક ગોળી છુટે તો સામે તમારે ગણ્યા વગર આક્રામક રીતે ગોળીબાર કરી જવાબ આપવાનો. જોકે જ્યારે પણ પાકિસ્તાન ગોળીબાર કરે છે અને જવાનો શહીદ થાય છે ત્યારે મોદી સરકાર આવા જ નિવેદનો કરતી રહી છે, આ વર્ષે હજુસુધી કોઇ જ આક્રામક જવાબ ભારતે પાકિસ્તાનને સરહદે નથી આપ્યો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here