Mumbai, ચોમાસા પહેલાંના અને ચોમાસા બાદના કોઇ અઘટિત બનાવ ના બને તેના નિવારણ અંગેના જાળવણી કામ માટે મુંબઇ ઍરપોર્ટને ફ્લાઇટ ઑપરેશન્સ માટે ૯ અને ૧૦ એપ્રિલના રોજ અને ૨૩ ઑક્ટોબરના રોજ છ કલાક માટે બંધ રાખવામાં આવશે.ચોમાસાની મોસમ ચાલુ થતાં પહેલાં ઍરપોર્ટની જાળવણીનું કામ કરવું જરૂરી છે, તેથી ૯ અને ૧૦ એપ્રિલના રોજ સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી મુંબઇ ઍરપોર્ટ પર ઉડ્ડયન અને ઉતરાણનું કામ બંધ રાખવામાં આવશે. જે પ્રવાસીઓએ આ બે દિવસ દરમિયાન પોતાની વિમાની ટિકિટ બુક કરાવી હશે તેમને તેમની ઍરલાઇન્સ તરફથી ફ્લાઇટને અન્ય સમયે રિશેડ્યુલ કરવામાં આવી હોવાનો મેસેજ આપવામાં આવશે.
ચોમાસું શરૂ થાય તે પહેલાં અને પછી ઍરપોર્ટની જાળવણીનું કામ કરવું જરૂરી છે. તેથી ૯ અને ૧૦ એપ્રિલના અને ૨૩ ઑક્ટોબરના રોજ સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધીનો ટાઇમસ્લોટ વિમાનના ઉડ્ડયન અને ઉતરાણ માટે નહીં આપવામાં આવે.દરેક ઍરલાઇન્સોને તેમની ફ્લાઇટને રિશેડ્યુલ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે, એમ ઍરપોર્ટના અધિકારીઓએ માહિતી આપી હતી. (GNS)