કુલદીપ યાદવ ૧૬ વિકેટ સાથે ટોચ પર.

0
210
Kuldeep Yadav topped with 16 wickets
Advertisement
Loading...

(GNS) પોર્ટ એલિઝાબેથ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ભારતના બે સ્પિનર કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ છવાઈ ગયા છે. છ વન ડેની શ્રેણી ભારતે ૪-૧થી જીતી છે અને હજુ એક વન ડે રમવાની બાકી છે. વળી આ મેચનું ભાગ્ય ચહલ અને કુલદીપના દેખાવ પર નિર્ભર હોય છે. કુલદીપ અને ચહલ મોંઘા સાબિત થતાં ભારત ચોથી વન ડે હારી ગયું હતું. તે પછીની વન ડેમાં બંને સ્પિનગરો ફરી તાલબદ્ધ બની ગયા હતા અને ભારતના વિજય સાથે શ્રેણી પણ જીતાવી હતી. પોર્ટ એલિઝાબેથમાં ભારતે પાંચ મેચ ગુમાવ્યા છે, પરંતુ મંગળવારે રમાયેલી પાંચમી વન ડેમાં ભારતને પ્રથમવાર જ વિજય મળ્યો છે.

વર્તમાન વન ડે શ્રેણીમાં ચાઈનામેન કુલદીપ યાદવ ૧૬ વિકેટ સાથે ટોચ પર છે. જયારે ચહલને ૧૪ વિકેટ મળી છે. કુલદીપ યાદવે આ સાથે એક નવા રેકોર્ડની સ્થાપના કરી છે, આ રેકોર્ડ પ્રમાણે કુલદીપ દક્ષિણ આફ્રિકાની ધરતી પર કોઈ પણ દ્વિપક્ષીય શ્રેણીમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર સ્પિનર બન્યા છે.
કુલદીપની ૧૯ વિકેટ અગાઉ દક્ષિણ આફ્રિકામાં વેસ્ટ ઈન્ડીઝના કીથ આર્થર્ટને સૌથી વધુ ૧૨ વિકેટ મેળવી હતી. આ સિદ્ધિ તેમણે ૧૯૯૯માં હાંસલ કરી હતી. આ વન ડે શ્રેણી સાત મેચની હતી અને દક્ષિણ આફ્રિકા ૧-૬થી હારી ગયું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here