પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર, શહબાજ શરીફ-બિલાવલ ભુટ્ટોની કારમી હાર

0
141
A supporter of Imran Khan, chairman of the Pakistan Tehreek-e-Insaf (PTI), political party, wears a mask and dance on party songs during a campaign rally ahead of general elections in Karachi, Pakistan July 22, 2018. REUTERS/Akhtar Soomro TPX IMAGES OF THE DAY - RC12AEEF9080
Advertisement
Loading...

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની 272 સામાન્ય બેઠકોમાંથી 269 બેઠકોના વલણો અને પરિણામો આવી રહ્યા છે. તેના પ્રમાણે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફને 122 બેઠકો, નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનને 60 બેઠકો પર સરસાઈ મળતી દેખાઈ રહી છે. જ્યારે બિલાવલ ભુટ્ટોની આગેવાનીવાળી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 37 અને અન્ય પક્ષોને 40 થી વધુ બેઠકો પ્રાપ્ત થતી દેખાઈ રહી છે. એમએમએના ફઝલ ઉર રહમાન, જમાત-એ-ઈસ્લામીના સિરાજ ઉલ હક, પીએમએલ-એનના શાહબાઝ શરીફ, પીપીપીના બિલાવલ ભુટ્ટો પોતપોતાની બેઠકો પર ચૂંટણી હારી ગયા છે. પાકિસ્તાનના નવા કેપ્ટન બનવા માટે ઇમરાનખાન સૌથી અાગળ છે. જેમની પાર્ટીને બહુમત માટે માત્ર 15 સીટની જ જરૂર છે. આત્મઘાતી હુમલા અને સેના તરફથી ગોટાળાના આરોપોની વચ્ચે ઇમરાન ખાનની પાર્ટી લીડ કરી રહી છે. જ્યારે કે સત્તાધારી પીએમએલ-એનની સ્થિતિ નબળી છે..

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સદસ્યો છે. તેમાથી 272 બેઠકો પર સીધી ચૂંટણી થતી હોય છે. જ્યારે 60 બેઠકો મહિલાઓ અને 10 બેઠકો ધાર્મિક લઘુમતીઓ માટે અનામત છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 137 બેઠકો પ્રાપ્ત કરનારી પાર્ટી સરકાર બનાવી શકે છે.

2013માં પીટીઆઈ બની બીજા નંબરની મોટી પાર્ટી

આ ચૂંટણીમાં ઈમરાન ખાને ચાર સીટ પરથી ચૂંટણી લડી હતી. તેમાંથી ત્રણ સીટ ઉપર તેમને જીત મળી હતી પરંતુ લાહોરમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની જનતા ઈમરાનને ખૂબ પસંદ કરવા લાગી હતી. પંજાબમાં તેમની સભામાં ભીડ દેખાતી હતી. એક ચૂંટણી સભામાં તેઓ પડીને ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે તેમણે હોસ્પિટલના બેડ પરથી જ લોકોને સંબોધીત કર્યા હતા. ઈજાગ્રસ્ત હોવાના કારણે તે સમયે ઈમરાન ખાનને ખૂબ સહાનુભૂતિ મળી હતી પરંતુ એટલી નહીં જેટલી તેમને આશા હતી. લેફ્ટિનન્ટ જનરલ હામિદ ગુલ આઈએસઆઈ ચીફ હતા. તેઓ એક સમયે પાકિસ્તાનના સૌથી તાકાતવર શખ્સ માનવામાં આવતા હતા. તેમના પર તાલિબાનને પ્રોસ્તાહન આપવાનો આરોપ પણ હતો. ગુલે જ ઈમરાનને ક્રિકેટમાંથી સન્યાંસ લીધા પછી રાજકારણમાં આવવા માટે પ્રેરણા આપી હતી અને નેશનલ લેવલની પાર્ટી બનાવવાનો વિકલ્પ આપ્યો હતો.

પાંચ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા ઈમરાન ખાન

2018ની ચૂંટણીમાં ઈમરાન ખાને પાંચ સીટ પરથી ચૂંટણી લડી હતી. તેમાં એનએ-35 (બન્નુ), એનએ- 53 (ઈસ્લામાબાદ-2) એનએ-95 (મિયાંવાલી- 1), એનએ- 131 (લાહોર-9), એનએ- 243 (કરાચી ઈસ્ટ-2) સીટ સામેલ છે. ઈમરાન 4 સીટથી આગળ છે. પરંતુ એનએ-53 (ઈસ્લામાબાદ-2) સીટ પરથી પાછળ છે.

આતંકી હાફિઝ સઈદની હાર

આતંકી હાફિઝ સઈદે અલ્લાહ-ઓ-અકબર તહરીક (એએટી)ના બેનર તેના 256 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેને એક પણ સીટ મળી નથી. સ્પષ્ટ બહુમત માટે 137 સીટોની જરૂર છે. અંતિમ તખ્તાપલટા બાદ પાકિસ્તાનમાં 3 ચૂંટણીઓ યોજાઈ, ત્રણ વખત અલગ અલગ પાર્ટી જીતી

પાર્ટી 2018ના વલણ 2013માં સીટ 2008માં સીટ 2002માં સીટ
પીએમએલ-એન 60 126 69 19
પીપીપી 35 31 91 81
પીટીઆઈ 122 28 બહિષ્કાર કર્યો 01
પીએમએલ-ક્યૂ 03 02 38 126

ચૂંટણી પંચે કહ્યું- કોઈનું પ્રેશર નથી

પાકિસ્તાન ચૂંટણી પંચે ગુરુવારે સવારે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, અમારી ઉપર કોઈનું પ્રેશર નથી. રિઝલ્ટ ટ્રાન્સમિશન સિસ્ટમમાં પહેલીવાર ઉપયોગ અને ટેક્નિકલ ખામીના કારણે પરિણામ જાહેર કરવામાં મોડું થઈ રહ્યું છે. જોકે તેમણે ચૂંટણી પરિણામ જાહેર કરવા પાછળ કોઈનું દબાણ ન હોવાની વાત કરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here