H1-B વીઝા ધારકો માટે આવી ગયા ખુશીના સમાચાર

0
160
Advertisement
Loading...

 

H1-B વીઝા ધારકોના જીવનસાથીના વર્ક પરમિટ વીઝા પાછા લેવાની તૈયારીમાં ટ્રમ્પ સરકારને અહીંના કેટલાંક સાંસદોએ આમ ન કરવાની અપીલ કરી છે. ભારતીય મૂળના અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલના નેતૃત્વમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના 130 સાંસદોએ ટ્રમ્પ પ્રશાસનને આ અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે તેમને એચ-4 વીઝા આપવાનું ચાલુ રાખવામાં આવે.

આ સાંસદોએ આ અપીલ એ કેસમાં કરી છે, જ્યાં અપ્રવાસી કર્મચારી પોતાના જીવનસાથી પર નિર્ભર છે. સાંસદોએ આ સંબંધમાં ટ્રમ્પને પત્ર લખ્યો છે. તેમાં તેમણે કહ્યું કે એચ-4 વીઝાધારકોને કામ કરવાની અનુમતિ આપવાના નિર્ણયને અમારા અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. તેની સાથે જ આ વીઝા કેટલાંય વર્ષોથી અમેરિકામાં રહેતા લોકોને રાહત અને આર્થિક સહયોગ પ્રદાન કરે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે, ત્યારથી H1-B વીઝાના નિયમોને સખ્ત કરવામાં લાગ્યા છે. થોડાંક દિવસ પહેલાં ટ્રમ્પ પ્રશાસને H1-B વીઝાના જીવનસાથીઓના વર્ક પરમિટ છીનવી લેવાનો પ્રસ્તાવ લાવ્યા હતા.

અમેરિકન નાગરિક અને ઇમિગ્રેશન સર્વિસીસ વિભાગની તરફથી મોકલવામાં આવેલા પત્રમાં એચ-4 વીઝાને ખત્મ કરવાની વાત કહી હતી. એચ-4 વીઝા એ લોકોના સ્પાઉસ (જીવનસાથી)ને આપે છે, જે અમેરિકામાં એચ-1બી વીઝા પર કામ કરવા પહોંચે છે.

ઓબામા પ્રશાસન દરમ્યાન એચ-4 વીઝાની વ્યવસ્થા લાવ્યા હતા, પરંતુ ટ્રમ્પ સરકાર હવે તેને ખત્મ કરવાની તૈયારી કરી રહ્યું છે. વર્ક પરમિટ ખત્મ થવા પર તેની સૌથી વધુ અસર મહિલાઓ પર પડશે. વર્ક પરમિટનો ઉપયોગ કરનાર 80 ટકા મહિલાઓ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here