કારમાં સેક્સ માણતું હતું કપલ, મહિલા જોઈ ગઈ તો દુપટ્ટો ખેંચીને કહી કેવી ગંદી હરકત? જાણો વિગત

0
1650
Advertisement
Loading...

બુધવારે સવારે ગુરુગ્રામ પોલીસે સાર્વજનિક સ્થળ પર સેક્સ કરતાં એક કપલની ધરપકડ કરી છે. આ કપલ કારમાં સેક્સ કરી રહ્યું હતું, જેનો પડોશમાં રહેતી એક મહિલાએ વિરોધ કર્યો. મહિલા દ્વારા વિરોધ કરવા પર કપલ તેની સાથે જ ગેરવર્તણુક કરવા લાગ્યું, ત્યાર બાદ તેણે પોલીસને જાણ કરી. ઘટના સ્થલ પર પોલીસે આવી અને કપલની ધરપકડ કરી.

આ ઘટના બુધવાર (4 એપ્રિલ) સવારની છે. તેમની વિરુદ્ધ પડોશી મહિલાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી. પોલીસ મુજબ સમગ્ર ઘટના ગુડગાવના સેક્ટર-15ના પાર્ટ 2ની છે. મહિલા પોલીસે કહ્યું કે, આ બંને એક કારમાં બંધ હતા. મહિલાના જણાવ્યા મુજબ આ કાર તેના ઘરની બહાર પાર્ક હતી.

મહિલા જ્યારે ત્યાંથી પસાર થઈ ત્યારે તેનું ધ્યાન કારની અંદરથી આવતા અવાજ પર ગયું. મહિલાએ દાવો કર્યો કે તેણે અવાજ સાંભળીને કારનો દરવાજો ખખડાવ્યો, તો બંનેએ તેને ગાળો આપી. મહિલાના કહેવા મુજબ યુવકે તેનો દુપટ્ટો ખેંચવાનો પ્રયાસ કર્યો, જ્યારે યુવતીએ તેના પર અશ્લીલ ટિપ્પણીઓ કરી. આરોપી યુવતી મહિલાની પડોસી છે. મહિલાએ બાદમાં આસપાસના લોકોને ઘટનાની જાણકારી આપી. આ પછી પોલીસને બોલાવાઈ.

સ્થાનિક લોકોએ બંનેને પોલીસને સોંપી દીધા છે. ગુરુગ્રામ પોલીસના પીઆરઓ રવિન્દર કુમારે જણાવ્યું કે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. બંને દારૂના નશામાં હતા.

પોલીસે તેમની કારમાંથી દારૂની બોટલ પણ મેળવી છે. યુવકની ઓળખાણ નઝફગઢના હર્ષના રૂપમાં થઈ છે. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે, જ્યારે યુવતીને જામીન મળી ગયા છે. પોલીસે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 354A (યૌન શોષણ), 354B અને કલમ 294 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here