પાકિસ્તાનના ક્વેટામાં મતદાન દરમિયાન બોમ્બ બ્લાસ્ટ : 31ના મોત, અનેક ઘાયલ

0
150
Advertisement
Loading...

પાકિસ્તાનમાં આજે સઘન સુરક્ષા વચ્ચે રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલી માટે મતદાન ચાલી રહ્યું છે તેવામાં મતદાન દરમિયાન અલગ-અલગ વિસ્તારો માંથી હિંસાના સમાચાર મળી રહ્યાં છે. બલૂચિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના ઘટી છે. જેમાં 31 લોકોના મોત નિપજ્યાં હોવાની જાણકારી મળી રહી છે.

પાકિસ્તાની મિડિયા રિપોર્ટ્સ અનુસાર આ બ્લાસ્ટ ક્વેટામાં પૂર્વીય બાયપાસ પાસે થયો છે. ક્વેટામાં થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત નિપજ્યાં હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે 30 લોકો ઘાયલ થયાં છે. આ બ્લાસ્ટ નેશનલ એસેમ્બલી 260 અંતર્ગત સવારે 11 વાગ્યે થયો છે.

આ બ્લાસ્ટ એક પોલીસ વેન પાસે થયો છે, જે વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગ કરી રહી હતી. મૃતકોમાં ત્રણ પોલીસકર્મીઓ પણ સામેલ છે. જ્યારે આ ઘટનામાં બે બાળકોના પણ મોત નિપજ્યાં છે.

બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ક્ષેત્રના ડીઆઇજી અબ્દુલ રઝાક ચીમાએ જણાવ્યું કે હાલ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here