બાંગ્લાદેશ :૧૪ વર્ષ જૂના કેસમાં પૂર્વ વડાપ્રધાનના પુત્ર સહિત ૧૯ને આજીવન કેદ

0
56
Advertisement
Loading...

બાંગ્લાદેશની એક કોર્ટે ૨૦૦૪ના ગ્રેનેડ હુમલા મામલામાં બુધવારે ૧૯ લોકોને મોતની સજા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાના પુત્ર તારીક રહેમાન સહિત ૧૯ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. આ હુમલામાં ૨૪ લોકોના મોત થયા હતા, તેમજ આશરે ૫૦૦ જેટલા લોકો ઘાયલ થયા હતા.

બાંગ્લાદેશની વર્તમાન વડાપ્રધાન શેખ હસીનાને નિશાન બનાવીને ૨૧ ઓગસ્ટ ૨૦૦૪ના રોજ આવામી લીગની એક રેલી પર હુમલો કરવામાં આવ્યો હતો. શેખ હસીના આ હુમલામાં બચી ગયા હતા. પરંતુ તેમની શ્રવણશક્તિને થોડુ નુકશાન થયુ હતું. આ મામલામાં બાંગ્લાદેશની કોર્ટે ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી લુત્ફોજમાં બાબર સહિત ૧૯ને ફાંસીની સજા ફટકારી છે. જ્યારે લંડનમાં નિરાશ્રિત તરીકે રહેતા બીએનપીના વરીષ્ઠ ઉપાધ્યક્ષ રહેમાન અને અન્ય ૧૮ લોકોને ગ્રેનેડ એટેકના મામલે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો હતો કે રહેમાન સહિત બીએનપીની આગેવાનીવાળી તત્કાલિન સરકારના વર્ચસ્વવાળી જુથે આતંકવાદી સંગઠન હરકતુલ જિહાદ અલ ઈસ્લામીના આતંકવાદીઓ સાથે મળીને આ હુમલો કરવાની યોજના બનાવી હતી અને હુમલો પ્રાયોજિત કર્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here