હિમાલયમાં બરફનો દુકાળ પર્વત કાળો પડયો, અત્યારથી બન્યો ૐ

0
203
Advertisement
Loading...

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જને લઈને એક તરફ જ્યાં આખી દુનિયામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યાં આ ચેન્જથી તાપમાનમાં વધારાના દાવાઓને હાલમાં જ બહાર પાડવામાં આવેલા એક અભ્યાસે એને ફગાવી દીધો છે. એટલું જ નહીં, અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં તાપમાન વધવાના દાવા કરવામાં આવ્યા છે એ ભરોસાલાયક નથી. જનરલ નેચરમાં પ્રકાશિત આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આ સદીના અંત સુધી એટલે કે ૨૧૦૦ સુધીમાં તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી વધવાની શક્યતા નથી. બ્રિટનની યુનિવર્સિટી ઓફ એક્સેટરની સંશોધકો પ્રમાણે તાપમાનમાં જે વધારાની શક્યતા જણાવાઈ છે એના કરતાં અડધી હશે. જોકે એનો અર્થ એ નથી કે ક્લાયમેટ ચેન્જના સામના માટે તૈયારી કરવામાં ન આવે. આની પાછળ દુનિયાભરમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન ઉત્સર્જન ઓછો કરવા લેવામાં આવેલાં પગલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંશોધકો પ્રમાણે તાપમાનમાં સદીના અંત સુધીમાં ચારથી પાંચ નહીં, પણ ૧.પ ડિગ્રીથી ૩.૪ ડિગ્રી સુધીનો વધારો શક્ય છે. સંશોધકોએ ચેતાવણી આપી છે કે તાપમાનમાં ૩.૪ ડિગ્રીનો વધારો એક સંસ્કૃતિના અંત માટે પૂરતો છે. તાપમાનમાં એક ડિગ્રીના વધારાથી દુનિયામાં દુકાળ, પૂર, સમુદ્રના વધતા જળસ્તર સાથે તોફાનની પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. ૧૯મી શતાબ્દીમાં દ્યોગિકીકરણ વધવાની સાથે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધીને બે ગણો થઈ ગયો હતો. અગાઉ જ્યાં એ ૨૮૦ પાર્ટ્સ પ્રતિ મિલિયન હતો એ વધી ૪૦૭ પાર્ટ્સ પ્રતિ મિલિયન થઈ ગયો. અત્યાર સુધી ગ્લોબલ વોર્મિંગનાં અનુમાન જૂના તાપમાનના આધારે તૈયાર કરવામાં આવતાં હતાં. સંશોધકોએ દર વર્ષના તાપમાનમાં આવેલા ફેરફારનું અધ્યયન કરી પોતાનો ક્યાસ કાઢયો છે.

ગ્લોબલ વોર્મિંગ માટે કરવામાં આવેલા નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો તાપમાનમાં વધારો ચાલુ રહ્યો તો ભારતમાં વર્ષના ૧૨ મહિનામાંથી આઠ મહિના સુધી ગરમી રહેશે. જર્નલ એન્વાયર્ન્મેન્ટ રિસર્ચ લેટરમાં પ્રકાશિત અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દુનિયા ફક્ત ગરમ નથી થઈ રહી, પણ ભેજવાળી પણ થઈ રહી છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયાના આ અભ્યાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જન પર પ્રતિબંધ નહીં મુકાય તો ૩૫ ડિગ્રી સુધી પણ જઈ શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here