હિથરો એરપોર્ટ ઉપરથી દાણચોરીના ૫૦ જીવતા મગરમચ્છો ઝડપાયા

0
100
Advertisement
Loading...

 

ચારની જગ્યાના બોકસમાં ૧૦ મગરમચ્છો ભરી મલેશિયાથી લંડન લેવાયા

યુકે બોર્ડર ફોર્સે લંડનના હેથરો એરપોર્ટ પરથી ગેરકાયદેસર લઈ જવાતી દાણચોરીની ૫૦ જીવતી મગર ઝડપી પાડી છે. પાંચ બોકસમાં પચાસ મગર મલેશિયાથી લંડન લઈ આવવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પરિવહન નિયમો મુજબ જાનવરોને પેકિંગ કરી લાવવું ગેરકાયદેસર છે.

પૂર્વ ઈંગ્લેન્ડના કેમ્બ્રીજશ્રીનમાં મગરોને માંસાહાર માટે લાવવાની હતી. દાણચોરીના રૂપે લઈ અવાતી મગરમચ્છોને ૪ની જગ્યામાં ૧૦ મગરને ગીચોગીચ ભરી બોકસમાં પેક કરાઈ હતી.

રાષ્ટ્રીય બોર્ડર ફોર્સના હેડ ગ્રાન્ટ મિલરે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આટલા સ્તનધારીઓને લાવવું ગેરકાયદેસર છે અને અસ્વિકૃત છે. ચાલુ મુસાફરી દરમ્યાન ગીચોગીચ ભરેલી મગરોએ જગ્યા ઓછી હોવાને કારણે એક બીજા સાથે ઝઘડો શરૂ કરતા બોકસ તરફ ધ્યાન ખેંચાયું હતું.

સિટીઝના નિયમોનો ભંગ કરતી દરેક વસ્તુઓને જપ્ત કરી લેવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી કે જંગલી જાનવરોને આ રીતે લાવનારોને સાંખી લેવામાં આવશે નહીં. ૨૭ એપ્રિલના રોગ મગરો એરપોર્ટ પરથી મળી આવતા ૫૦માંથી એક મગરનું મૃત્યુ થયું હતું અને અન્યને ફરીથી ઘરે મોકલાઈ હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here