વોટ્સએપ નવા નવા ફિચર્સ લાવી રહ્યું છે. હવે વોટ્સએપ પોતાના બીટ વર્ઝનમાં નવા ફિચર્સ ટેસ્ટ કરી રહ્યું છે. તેમાં અનબ્લોક અને ગ્રુપમાં પ્રાઇવેટ જેવા ફિચર્સનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર વોટ્સએપ હાલ આ નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. ચાલો જાણીએ વોટ્સએપ કયા નવા ફિચર્સ લાવી રહ્યું છે.

-પ્રાઇવેટ રિપ્લાય

હવે તમે કોઇપણ ગ્રુપમાં ચેટિંગ કરતી વખતે ગ્રુપના કોઇપણ મેમ્બર સાથે પ્રાઇવેટ ચેટ કરી શકશો. તેના માટે તમારે તે ગ્રુપ માંથી લેફ્ટ થવાની જરૂર નથી.

-લિંક દ્વારા ઇનવાઇટ

ગ્રુપ ઇન્ફોમાં નવું શોર્ટકટ ઇનવાઇટ વિયા લિંક પણ સામેલ કરવામાં આવ્યું છે. આ વિકલ્પ આઇઓઅસ એપ્લીકેશન જેવો છે. આ ફક્ત એડમિનને જ જોવા મળશે.

-ઓડિયો-વિડિયો કોલ સ્વિચ

તાજેતરમાં જ વોટ્સએપના આ ફિચર વિશે જાણકારી મળી છે. વોટ્સએપ બીટા વર્ઝનમાં હવે ઓડિયો-વિડિયો કોલ સ્વિચ કરી શકાય છે. કંપની ટૂંક સમયમાં આ ફીચર દુનિયાભરના વોટ્સએપ યુઝર માટે લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ કોલ સ્વિચ કરવા માટે યુઝરે કોલ ડિસ્કનેક્ટ કરવો પડે છે.

-ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ

ફૈસબુકે ઇન્સ્ટડાગ્રામ સ્ટોરીઝને ફેસબુક પર શેર કરવાનું ફિચર ગત વર્ષે ઓક્ટોબરમાં આપ્યું હતું. ટૂંક સમયમાં આ ફિચર તમને વોટ્સએપ પર પણ મળશે. આ ફિચર દ્લારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરીને વોટ્સએપ સ્ટેટસ તરીકે એન્ક્રીપ્ટ કરી શકાશે.

-શેકઅપ

આવનારા સમયમાં તમે તમારા મોબાઇલને શેક કરીને વોટ્સએપમાં કંઇક ખોટુ થતાં નોટિફાય કરી શકશો. ત્યારબાદ તમે વોટ્સએપના કન્ટેન્ટ તે સેક્શનમાં જતું રહેશે. જ્યાંથી તમે પોતાના વોટ્સએપને ચેક કરાવવા માટે મોકલી શકશો.

-ગ્રુપ કોલિંગ

આઇઓએસ અપડેટમાં ગ્રુપ કોલના વિકલ્પ પર પણ કામ થઇ રહ્યું છે. તેના દ્વારા ગ્રુપ કોલ પણ કરી શકાશે.

-પિક્ચર ઇન પિક્ચર

આ ફિચર આવ્યા બાદ તમે પોતાના ફ્રેન્ડ્ઝ સાથે વિડિયો ચેટ સાથે જ મેસેજ પણ મોકલી શકશો.

-એડમિન સેટિંગ

સૂત્રોએ જણાવ્યા અનુસાર ભવિષ્યમાં એક નવું સેક્શન એડમિન સેટિંગ પણ જોડવામાં આવશે. તેમાં બે વિકલ્પ આપવામાં આવશે, સેન્ડ મેસેજ અને એડિટ ગ્રુપ ઇન્ફો.

-વોટ્સએપ બિઝનેસ

જે વેપારીઓ વોટ્સએપ દ્વારા પોતાના ગ્રાહકો સાથે સોદા કરે છે તેમના માટે વોટ્સએપ નવા નામ વોટ્સએપ બિઝનેસ સાથે નવી એપ લોન્ચ કરશે. હાલ આ એપ પર પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

-અનબ્લોક

કોઇ કોન્ટેક્ટ પર ટેપ કરવાથી તે અનબ્લોક થઇ જશે અને તેની સાથે ચેટ કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here