સોશિઅલ મીડિયાનો મનફાવતો ઉપયોગ મુશ્કેલ બનશે

0
226
The use of mindfulness of social media will be difficult
Advertisement
Loading...

સૉશિઅલ મિડિયા એ મુક્ત મીડિયા છે તેમ મનાય છે. તેમાં તમે મન ફાવે તેમ લખી શકો અથવા મનગમતી તસવીરો મૂકી શકો તેમ લોકો માને છે. આનો લાભ ઉઠાવી બધા પોતાની કળા, પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી શકે છે. કલાકારો પોતાની તસવીરો મૂકીને અથવા વિડીયો મૂકીને પોતાની કલા જગતભરના લોકો સુધી એક પૉસ્ટ મારફતે પહોંચાડી શકે છે.

ભારતની વાત કરીએ તો ભારતના કેટલાક કલાકારો સૉશિયલ મિડિયાના આધારે જ પ્રસિદ્ધ થયા તેમ કહીએ તો ખોટું નથી. ઢીંચક પૂજા આવું જ એક નામ છે. પૂજા જૈનનો પરિચય આપવો હોય તો ભારતીય યૂટ્યૂબર અને ગાયક એવું કહેવાય છે કારણકે તે યૂટ્યૂબથી જ પ્રસિદ્ધ થઈ છે. લીલીસિંહ સુપરવુમનના નામે પ્રસિદ્ધ થઈ તો તે તેના વ્લૉગના કારણે. એ કહેવાની જરૂર ખરી કે બ્લૉગ એટલે લખાણ અથવા વિડિયો અથવા બંને મિશ્ર. પણ વ્લૉગ એટલે માત્ર વિડિયો. તેણે ૨૦૧૦માં યૂ ટ્યૂબ ચેનલ ચાલુ કરી હતી. ત્યારથી તેના ૮૫ લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા છે. આવો જ એક બીજો શખ્સ છે કેઆરકે ખાન. તે તેની ફિલ્મના કારણે ઓછો અને ટિ્‌વટરના કારણે વધુ જાણીતો બન્યો છે. હકીકતમાં એમ કહેવું યોગ્ય રહેશે કે તેણે વિવાદાસ્પદ ટ્‌વીટ કરીને કુખ્યાતિ મેળવી છે.

પરંતુ વિવાદાસ્પદ બનવું એ સારી વાત નથી. તે ક્યારેક ભારે પણ પડી શકે છે. કેટલીક હસ્તીઓ કેઆરકે જેવી હોય છે. કેટલીક મોડલ, ગાયક કે અભિનેતા પોતાની તસવીરો મૂકીને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા માગતા હોય છે. તેમાં ખોટું નથી. પરંતુ જો તેમાં સુરૂચિનો ભંગ થતો હોય તો જરૂર ખોટું થાય. અને આવા વખતે સરકાર પણ વચ્ચે પડે. તાન્ઝાનિયામાં આવું જ બન્યું છેપ તાન્ઝાનિયા સરકારે સૉશિયલ મિડિયા પર નગ્ન તસવીરો પર પ્રતિબંધ મૂક્યો છે. આથી ત્યાં કહેવાય છે કે જો તમે ઈં્‌રૈજિં્‌ટ્ઠિ્‌ેીજઙ્ઘટ્ઠઅનો ભાગ હો તો તમારે મુસીબતમાં મૂકાવાનો વારો આવી શકે છે. આ ્‌રૈજિં ્‌ટ્ઠિનો અર્થ શું થાય છે? અર્બન ડિક્શનરી એવું કહે છે કે અન્યોનું આકર્ષણ મેળવવાના ઈરાદે સૉશિયલ મિડિયા પર સેક્સી ફૉટૉગ્રાફ મૂકવો અથવા બીજાને મોહિત કરનારો સંદેશો મૂકવો.

તાન્ઝાનિયામાં મૉડલ સાન્ચોકા એવી કેટલીક હસ્તીઓ પૈકીની એક છે જેને નિયંત્રણકારી મંડળે સમન્સ બજાવ્યું છે. આના પરથી એવું લાગે છે કે તાન્ઝાનિયા સરકારનો પ્રતિબંધ હાલ દેશના મનોરંજન ક્ષેત્રની હસ્તીઓને લક્ષ્યમાં રાખીને છે. તાન્ઝાનિયાથી મળી રહેલા એક અહેવાલ મુજબ, તાન્ઝાનિયાના સંગીત નિયંત્રણકારી મંડળે અભિનેત્રી અને ગાયિકા સુસાન મિશેલ, જેનું મંચ પર નામ પ્રેટી કાઇન્ડ છે તેને પણ પોતાની સમક્ષ ઉપસ્થિત થવા તેડું પાઠવ્યું છે. તેનો ગુનો એ હતો કે તેણે કામાતુર પ્રકારની તસવીરો ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર મૂકી હતી. આ પ્રતિબંધથી શું થશે? મિશેલ છ મહિના માટે તેના કાર્યક્રમો નહીં કરી શકે કે સૉશિયલ મિડિયા પર કોઈ પૉસ્ટ નહીં મૂકી શકે. પ્રેટી કાઇન્ડે સરકારની માફી માગી લીધી અને તેની સજા તે હાલ ભોગવી રહી છે. વર્ષ ૨૦૧૭માં એટલે કે ગયા વર્ષે તાન્ઝાનિયાના સંદેશાવ્યવહાર નિયંત્રણકારી સત્તા (ટીસીઆરએ)એ ઇલેક્ટ્રૉનિક્સ અને પૉસ્ટલ કમ્યૂનિકેશન્સ (ઑનલાઇન સામગ્રી) નિયંત્રણ, ૨૦૧૭નો મુસદ્દો મૂક્યો હતો.

આના લીધે હવે વપરાશકારો જે અભદ્ર, અરૂચિકર, નફરત ફેલાવનારું ભાષણ, અત્યંત હિંસા અથવા સામગ્રીવાળી પૉસ્ટ મૂકશે કે બીજાને ઉશ્કેરશે કે કોઈને ચીડ ચડે તેવું કરશે, ધમકી આપશે કે ગુનાને પ્રોત્સાહન આપશે કે પછી ઉશ્કેરશે કે જાહેર અવ્યવસ્થા થાય તેવું કરશે તો તેને તેના માટે જવાબદાર ઠેરવી કાયદાકીય પગલાં લેવાશે.

તાન્ઝાનીયાના નિયમો મુજબ, ઑનલાઇન રેડિયો, ટીવી, બ્લૉગર અને અન્ય ડિજિટલ પ્લેટફૉર્મ ધરાવતા લોકોએ ટીસીઆરએ હેઠળ નોંધાવું ફરજિયાત છે. હવે સરકારે સેલિબ્રિટીઓ પર તડાપીટ બોલાવવાનું ચાલુ કર્યું છે. જોકે આ અગાઉ ૨૦૧૫માં પણ યુગાન્ડાની પૉપ ગાયિકા જેમીમા કાન્સિલ્મેને તેના મ્યૂઝિક વિડિયોમાં ટૂંકો ડ્રેસ અને બિકિની પહેરવા બદલ ધરપકડ કરી જેલ ભેગી કરાઈ હતી.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here