એક અહેવાલ અનુસાર જર્મનીના બોચુમની રુહર યુનિવર્સિટી બોચુમના ક્રિપ્ટોગ્રાફરોએ સ્વિત્ઝરલેન્ડના જ્યુરિખમાં રિયલ વર્લ્ડ ક્રિપ્ટો સિક્યોરીટી કોન્ફરન્સમાં બુધવારે આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે વોટ્સએપના સર્વરને કંટ્રોલ કરનાર કોઇપણ વ્યક્તિ એડમિનની પરમિશન વિના કોઇપણ વ્યક્તિને વોટ્સએપ ગ્રુપમાં જોડી શકે છે અને તે મેમ્બર ગ્રુપના તમામ મેસેજીસ જોઇ શકે છે.

તેમણે જણાવ્યું કે આવું વોટ્યએપમાં રહેલા બગના કારણે થઇ શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રુપના એડમિન પાસે જ એવો અધિકાર હોય છે કે તે ગ્રુપમાં કોઇ નવા મેમબરને જોડી શકે, પરંતુ આ માટે વોટ્સએપ કોઇ ઓથેંટિફિકેશન મેકેનિઝમનો ઉપયોગ નથી કરતું, જેના કારણે સર્વર કંટ્રોલ કરીને ગ્રુપમાં કોઇ વ્યક્તિને જોઇન કરી શકાય.

શોધકર્તાઓએ દાવો કર્યો છે કે જો એટેકર્સ કોઇપણ રીતે વોટ્સએપના સર્વરને કંટ્રોલ કી લે તો તે પછી તે ગ્રુપના મેસેજીસને બ્લોક કરી શકે છે. સાથે જ હેકર્સ એ પણ નક્કી કરી શકે છે કે ગ્રુપમાં કોણ મેસેજ કરી શકશે અને કોણ નહી.

વોટ્સેપના એક પ્રવક્તાએ જણાવ્યું કે આ શક્ય નથી કે કોઇ પણ વ્યક્તિ કોઇ ગ્રુપમાં જોઇન થઇ જાય. જો કે કોઇ બગના કારણે કોઇ એક ગ્રુપમાં આમ થયું હશે. કંપની આ અંગે તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here