શું સ્નૅપચૅટ પર પ્રતિબંધ લાગી જશે?

0
220
Advertisement
Loading...

યુકેના ચિલ્ડ્રન કમિશનરે પેરેન્ટ્સને અપીલ કરતાં કહ્યું કે તેઓ પોતાના બાળકોને સ્નેપચેટનો ઉપયોગ કરતાં રોકે કારણકે આ એપ્લીકેશન ખૂબ જ એડિએક્ટિવ છે એટલે કે આ એપ બાળકોને નશાની લત જેવી લાગે છે, તેથી તેના પર પ્રતિબંધ મુકાવો જોઇએ. બાળકો અને યુવાનો પર નિતિ ઘડવાની સલાહ આપરનારા ઇંગ્લેન્ડના ચિલ્ડ્રન કમિશનર એની લોંગફિલ્ડે કહ્. કે બાળકો સ્નેપ ચેટ એપનો ઉપયોગ લોકો સાથે જોડાવા માટે કરી રહ્યાં છે પરંતુ તેનાથી બાળકો પર ખૂબ જ પ્રેશર તથી નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે આ એપમાં એવા અનેક ફિચર્સ આપવામાં આવ્યાં છે જે તમને મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે મજબૂર કરે થે. તેમણે આલોચના કરતાં કહ્યું કે આ એપ નશાની જેમ બાળકોને લાગી રહી છે કારણ કે તે સતત ત્રણ દિવસો સુધી મિત્રોને મેસેજ મોકલવા તથા જોડાયેલા સહેવા માટે પ્રેરિત કરે છે.

ચિલ્ડ્રન કમિશનરે રિપોર્ટમાં જણાવ્યું કે સોશિયલ મીડિયાનો બાળકો પર ખૂબ જ નકતારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. લાઇક્સ મેળવવા માટે બાળકો ફેસબુક, ટ્વિટર અને સ્નેપચેટ જેવી એપ્સનો ઉપયોગ કરે છે તેનાથી તેમના પર દબાણ વધે છે.

લોંગફિલ્ડે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર સાઇનઅપ કરવા માટે 13 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જરૂરી છે પરંતુ તેના નિયમ સખત રીતે લાગુ કરવામાં નથી આવ્યાં. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 10થી 12 વર્ષના બાળકો પર સોશિયલ મીડિયા પર એકાઇન્ટ ધરાવે છે અને તે સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here