જો તમે હજુ સુધી તમારા મોબાઇલ નંબર સાથે આધાર નંબર લિંક ન કરાવ્યો હોય તો અમે તમને એક સરળ પદ્ધતિ જણાવવા જઇ રહ્યાં છે જેના દ્વારા તમે ઘરેબેઠા એક કોલ કરીને તમારા મોબાઇલ નંબર સાથે આધાર લિંક કરી શકો છો. ડિજિટલ ઇન્ડિયાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક નવી આઇવીઆર સર્વિસની માહિતી આપવામાં આવી છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે કોઇપણ યુઝર પોતાનો મોબાઇલ નંબર આધાર સાથે લિંક કરી શકે છે.

આ રીતે કરો મોબાઇલ નંબર સાથે આધાર લિંક

ટોલ ફ્રી નંબર પર કોલ કરતાં પહેલાં અમે તમને જણાવી દઇએ કે લિંકિંગ કરતી વખત્ તમારો સ્માર્ટફોન અને આધાર કાર્ડ તમારી સાથે રાખો. સાથે જ એરટેલ, આઇડિયા અને વોડફોને આ સર્વિસની શરૂઆત કરી દીધી છે. જો કે જિયો અને બીએસએનએલે હજુ સુધી આ સેવા શરૂ કરી નથી. જો કે આ કંપનીઓ પણ ટૂંક સમયમાં આ સેવાઓ શરૂ કરે તેવી શક્યતા છે.

-14546 પર કોલ કરો

-ત્યારબાદ એનઆરઆઇ અને ભારતીયનો વિકલ્પ જોવા મળશે, તમારો વિકલ્પ પસંદ કરો

-આઇવીઆર પ્રક્રિયામાં તમને આધાર લિંક કરવા અંગે પૂછવામાં આવશે, 1 દબાવીને તેની પુષ્ટિ કરો.

-ત્યરબાદ તમારો આધાર નંબર નાંખો અને જો તમારો આધાર નંબર ખોટો હશે તો તેનો વિકલપ્ પણ તમને આપવામાં આવશે.

-તમારા રજીસ્ટર કરવામાં આવેલા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે.

-ત્યારબાદ તમારે તે મોબિલ નંબર નાંખવાનો છે જેને તમે લિંક કરવા ઇચ્છો છો.

તમામ સંબંધિત માહિતી ચકાસ્યા બાદ આઇવીઆર તમારા મોબાઇલ નંબરના અંતિમ ચાર અંક રિપિટ કરશે, જેને તમારે કન્ફર્મ કરવાનો રહેશે.

-રિકન્ફર્મ કર્યા બાદ તમને એસએમએસ દ્વારા એક ઓટીપી મોકલવામાં આવશે.

-ઓટીપી નાંખ્યા બાદ 1 દબાવો, જેનાથી પ્રક્રિયા પૂરી થઇ શકે.

પ્રક્રિયા પૂરી થયાં પછી તમને એક કન્ફર્મેશન એસએમએસ પણ મોકલવામાં આવશે, જેમાં જણાવવામાં આવશે કે આગામી 48 કલાકમાં તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here