ફેસબુક સીઇઓ માર્ક ઝુકરબર્ગ રાતા પાણીએ રડ્યા ? જાણો કેમ

0
240
Advertisement
Loading...

રાજનૈતિક જાહેરાત કંપનીનાં કરોડો ફેસબુક યૂઝર્સનાં ડેટા તેમની સહેમતી વીના પોતાની પાસે રાખવાની ખબર આવવા પર અમેરિકન અને યૂરોપિયન સાંસદોએ ફેસબૂક ઇન્કથી જવાબ માંગ્યો. બાદમાં અમેરિકાની સોશિયલ મીડિયાના શેર સોમવારનાં રોજ 7% તૂટી ગયા. શેરની કિંમત ઘટવાના કારણે ફેસબુક સીઇઓ માર્ક ઝુકરબર્ગને એક દિવસમાં 6.06 અબડ ડોલર લગભગ (395 અબજ રૂપિયા)નો ઝટકો વાગ્યો છે. અમેરિકા અને યૂરોપનાં સાંસદોએ ઝુકરબર્ગને તેમની સામે રજૂ થવા માટે કહ્યું છે. તેઓ જાણવા ઇચ્છે છે કે, બ્રિટેનની કેમ્બ્રીઝ એનાલિટિકાએ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે કેવી રીતે મદદ કરી?

ફેસબુક પહેલાથી જ જણાવી ચૂક્યુ છે કે વર્ષ 2016મા અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેમના પ્લેટફોર્મનો પ્રચાર પ્રસાર કરનારા રૂસી લોકોએ કેવીરીતે ઉપીયોગ કર્યો હતો. પરંતુ તેને લઇ ઝુકરબર્ગ ક્યારેય સવાલોનાં ઘેરામાં આવ્યા જ નહતા. આ મામલાથી સોશિયલ નેટવર્કિગ સાઇટના સખત રેગ્યુલેશનનું દબાણ પણ વધી શકે છે. બ્રિટેનનાં એક સાંસદે કહ્યું હતું કે, દેશનાં પ્રાઇવેસી વોચડોગને વધુ શક્તિ મળવી જોઇએ. કન્જર્વેટિવ લીડર અને યૂકે ડિઝિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટસ કમિટિના અધ્યક્ષ ડેમિયન કોલિંસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,’અમે બ્રિટનમાં ઇન્ફોર્મેશન કમિશનને અને શક્તિ આપનાર પર વિચાર કરવો જોઇએ. તેનો સમય હવે આવી ગયો છે.’

ફેસબુકે શુક્રવારે જણાવ્યુ હતું કે, એક પ્રોફેસરે લૉગ ઇન ટૂલ્સનો ઉપીયોગ સાઇનઅપ કરવા માટે કર્યો હતો. પ્રોફેસરનો દાવો હતો કેપર્સનાલિટી એનાલિસિસ એપ માટે યૂઝર્સને સાઇનઅપ કરવામા આાવ્યો હતો, જેનો ઉપીયોગ એકેડમિકનાં સંબંધમાં હતું. ક્વિઝ માટે 2.70 લાખ લોકોએ ફેસબુકનાં માધ્યમથી પોતાના અને દોસ્તોનાં ડેટાને એક્સેસ કરવાની પરવાનગી આપી હતી, જેનાથી યૂઝર્સની સંખ્યા 5 કરોડ પર પહોંચી ગઇ હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર, ફેસબુકે નિયમો અનુસાર, તે સમયે આ પ્રકારનં એક્સેસની પરવાનગી આપી હતી.

ફેસબુક અનુસાર, પ્રોફેસરે બાદમાં યૂઝર્સનાં ડેટા કેંમ્બ્રીઝ એનાલિટિકાને આપ્યા જે તેમની શરતો વિરૂદ્ધ હતું. આ ખબરનાં કારણે ફેસબુકનાં શેર સોમવારનાં રોજ 7 ટકા ઘટી ગયા. ફેસબુકને આ મામલામાં શરતના ઉલ્લંઘનની જાણકારી વર્ષ 2015મા મળી હતી. જેના પછી તેમને પ્રોફેસરનું એક્સેસ રોકી દીધુ હતું અને તેમને કેમ્બ્રીજ એનાલિટિકાને યૂઝર્સના ડેટા ડિલિટ કરવાની વાતને કન્ફર્મ કરવા જણાવ્યું હતું. ગત શુક્રવારે કેમ્બ્રીઝને પોતાના સિસ્ટમથી હટાવતા ફેસબુકે સફાઇ આપી હતી કે યૂઝર્સનાં ડેટા ડિલિટ કરવામા આવ્યા ન હતા. ત્યાં જ કેમ્બ્રીઝે શનિવારે જણાવ્યુ હતું કે હાલમાં તેમની પાસે યૂઝર્સ ડેટાનું એક્સેસ નથી. તેમણે કહ્યું હતું કે, તેઓ આ વિવાદના સમાધાન માટે ફેસબુક સાથે વાત કરી રહ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here