ફેસબુક ડેટા લીક મામલે ઝુકરબર્ગે માની ભૂલ, કહ્યું- ડેટાની સુરક્ષા અમારી જવાબદારી

0
205
Advertisement
Loading...

ડેટા લીકને લઇને દુનિયાભરમાં ફેસબુકની આલોચના કરવામાં આવી રહી છે ત્યારે ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે પોતાની ભૂલ સ્વીકારી સ્પષ્ટતા આપી હતી. તેમણે ફેસબુક યુઝર્સની જાણકારી લીક થયાની વાતનો સ્વીકાર કર્યો હતો અને આ સુરક્ષામાં ચૂક થયાની જવાબદારી લીધી હતી. ઝુકરબર્ગે માન્યું હતું કે, યુઝર્સના ડેટાની સુરક્ષા કરવી તેમની જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટિશ ડેટા એનાલિસિસ કંપની કેમ્બ્રિઝ એનાલિટિકા પર આરોપ છે કે તેણે કરોડો ફેસબુક યુઝર્સના અંગત ડેટાને ચોરી લીધા હતા. તેનો ઉપયોગ રાજનીતિને પ્રભાવિત કરવા માટે કર્યો હતો. આ ડેટાના ઉપયોગથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી પ્રચાર અને યુરોપના બ્રેક્ઝિટ કેમ્પેઇનને પ્રભાવિત કર્યો હતો.
ઝુકરબર્ગે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે તેમણે ડેટાની ચોરી રોકવા માટે ક્યા પગલા લેવામાં આવ્યા છે.ઝુકરબર્ગે કહ્યું કે, ડેટાની સુરક્ષા ફેસબુકની જવાબદારી છે અને જો કંપની એમ નથી કરી શકતી તો તે લોકોની સેવા કરવાની લાયક નથી. ફેસબુક એ સમજવાનો પ્રયાસ કરી રહી રહ્યું છે કે આ કેવી રીતે થયું છે જેથી ભવિષ્યમાં એવી કોઇ ઘટનાને રોકી શકાય.

2013માં કેમ્બ્રિઝ યુનિવર્સિટીના રિસર્ચર એલેકઝાન્ડર કોગને એક પર્સનાલ્ટી ક્વિઝ એપ બનાવી જેને ત્રણ લાખ લોકોએ ઇન્સ્ટોલ કરી. ઇન્સ્ટોલ કરનારા લોકોએ પોતાની અને પોતાના મિત્રની જાણકારી આપી. જેના મારફતે કોગને કરોડો લોકોની માહિતી મેળવી લીધી. માર્કે લખ્યું કે, વર્ષ 2015માં ધ ગાર્ડિયન ન્યૂઝપેપર મારફતે ફેસબુકને જાણ થઇ કે કોગને ફેસબુક યુઝર્સના ડેટા Cambridge Analytica નામની કંપની સાથે શેર કર્યા હતા. આ પ્રકારે ડેટા શેર કરવા ફેસબુકની પોલિસી વિરુદ્ધમાં છે કારણ કે આ અગાઉ તમારે યુઝર્સની મંજૂરી લેવી પડે છે. ફેસબુકે કોગનની એપને તરત જ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકી દીધો. ફેસબુકે કોગન અને Cambridge Analytica પાસે માંગ કરી હતી કે તમામ ડેટા ડિલિટ કરી દેવામાં આવે ત્યારબાદ Cambridge Analytica અને કોગને ફેસબુકને વિશ્વાસ અપાવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here