આ ભારતીય ક્રિકેટરની સારવારમાં આવી મોટી મુશ્કેલી, હવે બેટ પણ નહીં ઉપાડી શકે

0
101
Advertisement
Loading...

આ ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા ઈજાના કારણે હાલ ઈંગ્લેન્ડ પ્રવાસથી બહાર છે. હવે એવી વાત મળી છે કે સાહાની આ ઈજા તેના કરિયરને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. હકીકતમાં રિદ્ધિમાન સાહાની ખભાની ઈજા ખૂબ જ ગંભીર છે અને આ કારણે તેને તરત જ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી છે. સર્જરી કરાવવાનો મતલબ હશે કે તે આગામી કેટલાક મહિનાઓ સુધી બેટ નહીં ઉપાડી શકે અને ક્રિકેટથી દૂર રહેવું પડશે. જેથી સાહાને કરિયરના આ સમયે થયેલી ઈજા તેના ક્રિકેટ કરિયરને ખતમ કરી શકે છે.

સાહાની રિહેબલિટેશન ફિઝિયો દ્વારા ખોટી રીતે કરવામાં આવી. જે કારણે તેને ખભામાં ગંભીર ઈઝા થઈ છે. હાલમાં સાહાની સ્થિતિ એવી છે કે તે સ્ટ્રેચિંગ પણ નથી કરી શકતો. માનવામાં આવી રહ્યું છે કે સર્જરી બાદ સાહા મેદાનમાં કમબેક કરી શકે છે. ઈજાના કારણે સાહા હાલના ઈંગ્લેન્ડ પ્રવાસ સાથે વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા ટૂરથી પણ બહાર થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે રિદ્ધિમાન સાહાને જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા ટૂર પર અંગૂઠામાં ઈજા થઈ હતી. આ ઈજા સામાન્ય હતી, આ સાથે સાહાને ખભામાં સામાન્ય દુખાવો થયો હતો. જોકે ન તો સાહાએ અને ન તો ટીમ મેનેજમેન્ટે આ ઈજાને ગંભીરતાથી લીધી. કેટલાક દિવસો બાદ અંગૂઠાની ઈજા ઠીક થઈ ગઈ અને તેણે IPLમાં પણ ભાગ લીધો. માનવામાં આવી રહ્યું છે કે IPL દરમિયાન સાહાના ખભાની ઈજા વધુ થઈ, જેને હવે સર્જરી બાદ ઠીક કરવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here