Advertisement

(જી.એન.એસ)ન્યુ દિલ્હી, સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે તેને જ્યારે ભારતની ટીમમાંથી કોચ ગ્રેગ ચેપલ દ્વારા બાકાત રાખવામાં આવ્યો હતો અને ટીમમાં પ્રવેશ મેળવવા પોતે મરણિયા પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેના પિતાશ્રીએ તેને ઝઝુમતો જોવા ન માગવા માટે તેને નિવૃત્તિ લઈ લેવાને કહ્યું હતું. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ આ વિગત ટૂંક સમયમાં પ્રકાશિત થનાર ‘અ સેન્ચુરિ ઈઝ નોટ ઈનફ’ નામની તેની આત્મકથામાં લખી છે.

ભારતની ક્રિકેટ ટીમ જોડે ચેપલના તબક્કા દરમિયાન ગાંગુલીએ કેપ્ટનપદ ગુમાવ્યું હતું અને થોડા સમય માટે તે ટીમની બહાર પણ રહ્યો હતો. ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે ૨૦૦૮માં પોતે નિવૃત્તિ જાહેર કરવાના થોડા મહિના પૂર્વે ઈરાની કપની મેચ માટે રેસ્ટ ઑફ ઈન્ડિયાની ટીમમાંથી પોતાને બાકાત રાખવાથી તે ગુસ્સે ભરાયો અને નિરાશ બન્યો હતો અને ટીમના કેપ્ટન અનિલ કુંબલેને ફોન કરી તેની બાકાતી માટેનું સીધું કારણ પૂછયું હતું. ગાંગુલી વધુમાં લખે છે કે સદ્ગૃહસ્થ સમાનના કુંબલેએ ત્યારે જણાવ્યું હતું કે દિલીપ વેંગસરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ખેલાડીઓની પસંદગી બાબતમાં તેને પૂછયું ન હતું. સહ લેખક તરીકે ગૌતમ ભટ્ટાચાર્યા જોડેના આ પુસ્તકનું જગરનોટ્‌સ બુક્સ દ્વારા પ્રકાશન કરવામાં આવનાર છે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here