ક્રિકેટ મેચનું મેદાન હોય કે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, વીરેન્દ્ર સેહવાગ બન્ને જગ્યાએ વિસ્ફોટક જોવા મળે છે. જ્યાં ક્રિકેટના મેદાન પર તેનું બેટ વિસ્ફોટ કરે છે તો ટ્વિટર પર તેના મજેદાર ટ્વીટ્સ ધમાકો કરે છે. વીરેન્દ્ર સેહવાગે પોતાની સેન્સ ઓફ હ્યૂમર માટે સોશિયલ મીડિયા પર જાણીતા થઈ ગયા છે. હવે તેને ફરી એકવાર એવી ટ્વીટ કરી છે જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે.

સેહવાગે ટ્વીટર પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં હાથના પંજા આકારની રોટલી દેખાઈ રહી છે. આના કેપ્શનમાં તેણે લખ્યું કે, ‘નવી નવેલી દુલ્હન આવી, પતિએ કહ્યું તારા હાથની રોટલી બનાવીને ખવડાવ.’ આ ટ્વીટ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

‘આટલેથી નહીં અટકેલા વિરેન્દ્ર સેહવાગે આ ટ્વીટમાં ગુજરાત રણજીના કેપ્ટન પાર્થિવ પટેલને ટેગ કરીને લખ્યું- પાર્થિવ પટેલભાઈ વિકેટ કિપિંગ ગ્લોસ છે ત્યાં કે અહીંથી મોકલાઉં!’

સામાન્ય રીતે સેહવાગની સેન્સ ઓફ હ્યુમર સામે લોકો મજાક કરવાનું ટાળતા હોય છે અથવા કેટલાક લોકો ઉકળી જતા હોય છે પણ પાર્થિવ પટેલે સેહવાગના અંદાજમાં જ મસ્ત જવાબ આપ્યો કે સેહવાગની બોલતી બંધ થઈ ગઈ.

ગ્લોસ છે કે મોકલાઉ તેવી ટ્વીટ પર પાર્થિવ પટેલે રિટ્વીટ કરીને જવાબ આપ્યો કે- અહીં હું પરફેક્ટ સાઈઝવાળા ઘણાં ગ્લોઝ લઈને આવ્યો છું.. આને ત્યાંજ રાખો તમે.. દિલ્હીમાં ઠંડી બહુ છે તો ઘરમાં કોઈને કામ લાગશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here