એશિયન ગેમ્સ: વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ, ગોલ્ડ જીતનાર પહેલી ભારતીય મહિલા પહેલવાન

0
125
Advertisement
Loading...

ઇન્ડોનેશિયામાં રમાઈ એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની ગઈ છે. ૫૦ કિગ્રા કુસ્તીના મુકાબલાની ફાઈનલમાં ફોગાટે જાપાનની યુકી ઇરીને ૬-૨થી હરાવી હતી.

આ પહેલા ભારતીય શૂટર દીપક કુમારે ૧૦ મીટર એર રાઈફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ઉપરાંત લક્ષ્ય શેરોન ૪૩/૫૦ના સ્કોર સાથે બીજું સ્થાન હાંસલ કરતા સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી છે.

દીપક કુમારે ૧૦ મીટર એર રાઈફલની ફાઈનલમાં ૨૪૭.૭ પોઈન્ટ હાંસલ કરીને બીજું સ્થાન હાંસલ કર્યું છે, જયારે ચીનના શૂટર યાંગ હાઓરાને એશિયન ગેમ્સમાં રેકોર્ડ ૨૪૯.૧૦ પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે.

એશિયન ગેમ્સમાં ભારતને શૂટિંગમાં બીજો મેડલ મળ્યો છે. આ સાથે જ ભારતના ખાતામાં ૧ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝમેડલ સાથે કુલ ૩ મેડલ આવ્યા છે.

આ પહેલા ગેમ્સના પ્રથમ દિવસે ભારતના ખાતામાં બે મેડલ આવ્યા હતા. પહેલવાન બજરંગ પુનિયા ૬૫ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જયારે ૧૦ મીટર એયર રાઈફલ મિક્સ ઇવેન્ટમાં અપૂર્વી ચન્દેલા અને રવિ કુમારની જોડીએ બ્રોન્ઝમેડલ જીતવામાં સફળતા મેળવી હતી.

બેડમિન્ટનમાં ભારતીય મહિલા ટીમ જાપાન સામે ૩-૧થી હારી

ભારતીય મહિલા બેડમિન્ટન ટીમને ક્વાર્ટર ફાઈનલમાં જાપાન સામે ૩-૧થી પરાજય મળ્યો હતો. જયારે સિંગલ મુકાબલામાં પી વી સિદ્ધુએ યામાગુચીને ૨૧-૧૮, ૨૧-૧૯થી હરાવ્યા હતા. ત્યારબાદ જાપાનની ડબલ્સ મુકાબલામાં જીત હાંસલ કરીને ૧-૧થી બરાબરી કરી હતી.

ત્રીજા મુકાબલામાં સાઈના નહેવાલે જાપાનની ઓકુહારાને સંઘર્ષપૂર્ણ રમતમાં ૧૧-૨૧, ૨૫-૨૩, ૧૬-૨૧ થી હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે ચોથા મુકાબલામાં મહિલા યુગલ વર્ગમાં અયાકા તાકાહાશી અને મિસાકી માંત્સુંમોતોને અશ્વિની પોનપ્પા અને સિંધુની ભારતીય જોડીને ૨૧-૧૩, ૨૧-૧૨થી હરાવી પોતાની ટીમને સેમીફાઈનલમાં પહોચાડી હતી.

કબડ્ડી : ભારતીય મહિલા ટીમે થાઇલેન્ડને આપી હાર

ભારતીય મહિલા કબડ્ડી ટીમે પોતાના વિજયી રથને આગળ વધારતા થાઇલેન્ડની ટીમને હરાવી હતી. ભારતે ગ્રુપ-Aમાં થાઈલેન્ડને ફાઈનલ મુકાબલામાં ૩૩-૨૩થી હરાવી હતી. આ પહેલા ભારતીય મહિલા ટીમે રવિવારે જાપાનને ૪૩-૧૨ થી હરાવી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here