IPLની હરાજી માટે ગંભીર અને ભજ્જીએ નક્કી કરી અધધધ… બેઝ પ્રાઇઝ

0
228
Advertisement
Loading...

ડોપિંગના મામલા BCCIની તરફથી પાંચ મહિનાનો પ્રતિબંધ લગાવ્યા પછી ભારતીય બેટ્સમેન યુસુફ પઠાણ IPL 2018 માટે 75 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે. BCCIએ મગંળવારે કહ્યુ કે, યૂસુફ ડોપિંગ મામલામાં દોષી મળ્યો છે અને તે બરોડા માટે રણજી સીરિઝ નહી રમી શકે. BCCIએ યૂસુફ પઠાણ પર 15 ઓગસ્ટ 2017થી 14 જાન્યુઆરી 2018 સુધી પ્રતિબંધ લગાવ્યો છે. IPLની હરાજી 27-28 જાન્યુઆરી થશે.

યૂસુફ પઠાણ રાજસ્થાન રૉયલ્સ માટે IPLમાં વર્ષ 2008-2010 સુધી રમ્યો. જે પછી તે 2011થી લઇને અત્યાર સુધી કોલકાતા નાઇટ રાઇડર્સની સાથે જોડાયેલો હતો. યૂસુફના ભાઇ અને ભારતીય ઑલ રાઉન્ડર ઇરફાન પઠાણ પણ ગત હરાજીમાં ન હતા ખરીદાયા અને તેમની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા છે. સૂત્રોનુસાર, યૂસુફ IPLના મિડલ ઓર્ડર બેટ્સમેનમાંથી એક છે જ્યારે શાનદાર ઑલરાઉન્ડર તો છે અને આ વખતે IPLની તમામ ટીમ તેને ખરીદવા માટે રાહ જોઇ રહી છે.

આ વખતે પ્લેયર્સને સુવિધા આપવામાં આવી છે તે હરાજીમાં પોતાની બેઝ પ્રાઇઝ 50 લાખ, 1 કરોડ, 1.50 કરોડ અને 2 કરોડ સુધી રાખી શકે છે. સૂત્રોનુસાર, ભારતીય ટીમના સીનિયર પ્લેયર ગૌતમ ગંભીર અને હરભજન સિંહે પોતાની બેઝ પ્રાઇસ 2 કરોડ રાખી છે. આ સિવાય યુજવેન્દ્ર ચહલ, યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, ડેનિયલ બ્રાવો, કિરોન પૉલાર્ડ અને મેક્યિલમે પણ પોતાને ટૉપ બ્રેકેટમાં રાખ્યા છે.

વર્ષ 2008માં મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા ખરીદ્યા પછી આ પહેલી વખત હશે જ્યારે હરભજન સિંહ હરાજી માટે ઉપલબ્ધ થશે. ભજ્જીએ IPLની ઇતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનાર ત્રીજો બૉલર બન્યો છે. તેણે 136 મેચમાં 26.54ની એવરેજથી 127 વિકેટ લીધી હતી. ભજ્જી મુંબઇ ઇન્ડિયન્સ માટે 10 વર્ષ સુધી રમ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here