વિશ્વના નંબર 1 બેટ્સમેન સ્મિથ પર આજીવન પ્રતિબંધની શક્યતા જાણો એવું તો શું કર્યું

0
927
Advertisement
Loading...

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ બોલ-ટેમ્પરિંગ વિવાદમાં ફસાઈ છે. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરોન બેનક્રોફ્ટ બોલ-ટેમ્પરિંગ કરતો કેમેરામાં ઝડપાયો તેના કારણે ખળભળાટ મચ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે બેનક્રોફ્ટ દ્વારા બોલ-ટેમ્પરિંગની પોતાને ખબર હોવાનું કબૂલ્યું છે.

સ્ટીવ સ્મિથની આ કબૂલાતના પગલે ઓસ્ટ્રેલિયામાં તેની સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. દેશને શરમજનક સ્થિતીમાં મૂકવા બદલ સ્મિથની ટીકા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટર્નબુલે આ ઘટનાને નિરાશાજનક ગણાવીને સ્મિથને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી દૂર કરવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સૂચના આપી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી કોઈ પગલાં લીધાં નથી પણ એક સમિતીની રચના કરી છે. આ સમિતીને દક્ષિણ આફ્રિકા મોકલાઈ છે. આ સમિતી પોતાનો રીપોર્ટ આપે તે પછી સ્મિથ સામે પગલાં લેવાશે. ઓસ્ટ્રેલિયામાં જે માહોલ છે તે જોતાં સ્મિથ પર આજીવન પ્રતિબંધ લદાઈ શકે છે.

સ્મિથ ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર પણ આ કૌભાંડમાં સામેલ છે કે નહીં તેની તપાસ થશે. વોર્નર સામેલ હશે તો તેને પણ આકરી સજા કરાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) આ મામલે આકરી સજા ના કરે તો પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આકરી સજા કરશે તેવું મનાય છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટનપદે ચાર વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ગયેલા માઈકલ ક્લાર્કને પાછો લવાય તેવી પણ શક્યતા છે. ક્લાર્કે પોતે આ સંકેત આપ્યો છે. ક્લાર્ક 2015માં ઈંગ્લેન્ડ સામેની એશીઝ ટેસ્ટની છેલ્લી ટેસ્ટ પછી નિવૃત્ત થયો હતો. ક્લાર્કની આ 115મી ટેસ્ટ હતી.

ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં નંબર વન બેટ્સમેન સ્ટીવ સ્મિથના સ્થાને ક્લાર્કને કેપ્ટન બનાવાય તેવા સંકેત આપતાં ક્લાર્કે પોતે કહ્યું છે કે, તેનો આ માટે સંપર્ક કરાયો છે પણ યોગ્ય લોકો દ્વારા સંપર્ક કરાયો તો પોતે પુનરાગમન કરી શકે છે. હાલમાં ક્લાર્ક ચેનલ નાઈનમાં કોમેન્ટેટર તરીકે કામ કરે છે.

ક્લાર્ક હાલમાં 36 વર્ષનો છે તે જોતાં તેની વય પણ બહુ વધારે નથી. બોલ-ટેમ્પરિંગ કાંડના કારમે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠા પર કલંક લાગ્યું છે ત્યારે ક્લાર્ક જેવા બિન વિવાદાસ્પદ ખેલાડીને કેપ્ટન બનાવવાથી એક હકારાત્મક સંકેત જશે તેવી પણ લાગણી ઓસ્ટ્રેલિયામાં પ્રવર્તી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here