બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને 135 રનથી હરાવ્યું, ભારતે શ્રેણી ગુમાવી

0
235
Advertisement
Loading...

ભારતની ધરતી પર રનનો વરસાદ વરસાવનારા ભારતીય બેટ્સમેનો દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં વિદેશી ધરતી પર વામણા સાબિત થયા. કેપટાઉન ટેસ્ટ બાદ સેન્ચ્યુરિયન ટેસ્ટમાં પણ ભારતીય બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ 135 રનથી હાર વેઠવી પડી છે. બીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારતીય ટીમને જીતવા માટે 287 રનનો લક્ષ્યાંક હતો, પરંતુ ભારતીય ટીમે 50.2 ઓવરમાં 151 રન નોંધાવી મેચમાં પરાજય મેળવ્યો હતો. જોકે, આ સાથે પ્રવાસી ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણીમાં જીત ગુમાવી છે.

સેન્ચ્યુરિયન ટેસ્ટમાં દ.આફ્રિકાનો 287 રનનો લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરનારી ભારતીય ટીમના મધ્યક્રમના બેટ્સમેન રોહિત શર્મા 47 રન નોંધાવી આઉટ થયા હતાં. જ્યારે પ્રતિસ્પર્ધી ટીમની સામે પ્રથમ ઈનિંગમાં 153 રન ફટકારનારા સુકાની વિરાટ કોહલી બીજી ઈનિંગમાં ફક્ત 5 રન બનાવી આઉટ થયા હતાં.

ભારતીય ટીમના આ ખેલાડીઓનો મેચમાં શાનદાર દેખાવ

સાઉથ આફ્રિકા સામેની બીજી મેચના પ્રથમ દાવમાં ભારતીય ટીમ તરફથી કેપ્ટન વિરાટ કોહલી 153, મુરલી વિજયે 46 રન, રવિચંદ્રન અશ્વિને 38 રન નોંધાવી ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી. તો બીજા દાવમાં રોહિત શર્માએ 47, મોહમ્મદ શમીએ 28, ચેતેશ્વર પૂજારાએ 19 અને પાર્થિવ પટેલે 19 રન કર્યા હતાં. જોકે, બાકીના બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનને કારણે વિદેશી ધરતી પર ટીમ ઈન્ડિયાએ નાલેશીજનક સ્થિતિમાં મૂકાવી પડ્યું.

ભારતના ક્યા બોલરોનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું?

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ આક્રમક વલણ અપનાવ્યું હતું. ભારતીય ટીમ તરફથી મોહમ્મદ શમીનું આક્રમક પ્રદર્શન રહ્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ શમીએ 1 વિકેટ, ઈશાન્ત શર્માએ 3 વિકેટ, આર.અશ્વિને 4 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ દ.આફ્રિકાના બેટ્સમેન હશીમ અમલા, વર્નોન ફીલેન્ડરને રન આઉટ કર્યા હતા. તો બીજી ઈનિંગમાં મોહમ્મદ શમીએ 4 વિકેટ, જસપ્રિત બુમરાહે 3 વિકેટ, ઈશાન્ત શર્માએ 2 વિકેટ, આર.અશ્વિને 1 વિકેટ લઈ સાઉથ આફ્રિકાના મનોબળને તોડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here