વિરાટ-અનુષ્કાએ ખરીદ્યો ફ્લેટ, અંદરથી આવું લાગે છે ડ્રીમ હાઉસ જુઓ તસવીરોમાં

0
1173
Advertisement
Loading...

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ કાનોકાન જાણ પણ ન થાય તે રીતે લગ્ન કર્યા હતા. આ બન્ને સેલિબ્રિટીના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતાં. લગ્ન પછી બન્ને સેલેબ્સ પોતાના કામમાં વ્યસ્ત છે પરંતુ આ દરમિયાન પોતાની ગૃહસ્થીને લઈ પણ ભવિષ્યનું આયોજન કરતાં રહ્યાં છે. અનુષ્કા અને વિરાટે 2016માં મુંબઈના વર્લીમાં એક પ્રોજેક્ટ સ્કાય બંગલોમાં 8,000 વર્ગ ફૂટનો ફ્લેટ બુક કર્યો હતો. જેનું હજુ કામ ચાલી રહ્યું છે.

વિરાટ કોહલીએ 2016માં વર્લીમાં પ્રોજેક્ટ સ્કાઈ બંગલો હેઠળ એક ફ્લેટ બુક કરાવ્યો હતો પરંતુ ફ્લેટનું અત્યારે કામ ચાલી રહ્યું છે. 8 હજાર વર્ગ ફુટનો વિરાટ કોહલીનો ફ્લેટ વર્ષ 2019માં પુરી રીતે બનીને તૈયાર થઈ જશે.

ત્યાર સુધી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વર્લી સ્થિત ભાડાના ફ્લેટમાં રહેશે. 2675 વર્ગફુટનો ફ્લેટ 24 મહિના માટે ભાડા પર લેવામાં આવ્યો છે. આ ફ્લેટ મુંબઇના વર્લી વિસ્તારમાં આવેલી લીજન્ડ ઇમારતના 40માં માળ પર છે.

જાણકારી અનુસાર વિરાટ-અનુષ્કાને પોતાનો ફ્લેટ 2019 સુધીમાં મળશે. અનુષ્કાના આ નવા ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તમે પણ જુઓ અંદરથી કેવું ભવ્ય અને શાનદાર લાગે છે ‘વિરૂષ્કા’નું ઘર.

અનુષ્કા અને વિરાટ કોહલી પોતાની નવી જિંદગી આ ઘરમાં પસાર કરવાનો પ્લાન કરી રહ્યાં છે. જ્યાં છતની ઉંચાઈ 13 ફૂટ છે. અનુષ્કા અને વિરાટના આ નવા ઘરની કિંમત 34 કરોડ રૂપિયા છે. અનુષ્કાના આ ઘરની તસવીરો પણ તેના લગ્નની તસવીરોની જેમ વાઈરલ થઈ રહી છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2016માં 34 કરોડ રૂપિયામાં આ ઘર ખરીદ્યું હતું. જોકે અનુષ્કા અને વિરાટનો બેડરૂમ આવો દેખાશે.

આ ઘરની સજાવટ સુંદર રીતે કરવામાં આવી છે. આ ટાવરમાં ઈનડોર ટેનિસ કોર્ટ, પાલતું પ્રાણીઓ માટે ક્લિનીકની સુવિધા અને બાળકો માટે ડે કેયરની પણ વ્યવસ્થા છે.

ઘરના ડાઈનિંગ રૂમનો નજારો આવો હશે. વિરાટ અને અનુષ્કા 2019 સુધીમાં આ ઘરમાં રહેવા આવશે. એક ન્યૂઝપેપર સાથે વાતચીત દરમિયાન રિયલ એસ્ટેટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગમાં વિરાટ અને અનુષ્કાએ ઘર ખરીદ્યા પછી પ્રોપર્ટીની કિંમતમાં તેજી આવી છે.

અનુષ્કા-વિરાટે સી ફેસિંગ ફ્લેટ ખરીદ્યો છે. જે બિલકુલ સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here