જરૂરીયાત સમયે કોઈ મદદે ન આવ્યું : દિવ્યા કાકર

0
97
Advertisement
Loading...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભલે મંગળવારે એશિયન ગેમ્સના મેડલ વિજેતા ખેલાડીઓને સમ્માનિત કર્યા હતા, પરંતુ હવે તે તેમના જ નિશાના પર આવી ગયા છે. એશિયન ગેમ્સમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મહિલા પહેલવાન દિવ્યા કાકરને કેજરીવાલ સરકારને આડે હાથ લેતા જણાવ્યુ છે કે, તેમણે ત્યારે કોઈ મદદ ન કરી જ્યારે મારે ખરેખર જરુર હતી.

દિવ્યા કાકરને જણાવ્યુ કે, કોમનવેલ્થમાં જ્યારે ગોલ્ડ જીત્યો ત્યારે પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બોલાવી. મેં તેમને તે સમયે કીધુ હતું કે એશિયન ગેમ્સની તૈયારી માટે કંઈક જોઈએ છે. મેં લખીને આપ્યુ પરંતુ તેમણે મારો ફોન પણ ન ઉપાડયા. દિવ્યાએ જણાવ્યુ કે, મને જ્યારે કોમનવેલ્થમાં ગોલ્ડ મળ્યો, ત્યારે મારા માટે કંઈ કરવામાં ન આવ્યુ.

સીએમ કેજરીવાલને કહ્યુ ગરીબ બાળકો માટે કંઈક વિચારો. જ્યારે વધુ જરુર હોય છે તે સમયે અમારી મદદ કોઈ નથી કરતુ. એટલુ જ નહીં હરીયાણા અને દિલ્હીની રમત સુવિધાની સરખામણી કરતા દિવ્યાએ જણાવ્યુ કે, હરીયાણામાં જુઓ ખેલાડીઓને સરકારનો કેટલો સપોર્ટ મળે છે. ત્યાં ૩ કરોડ મળે છે અને અહીં ૨૦ લાખ. આ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત દરમિયાન પણ દિવ્યાએ તેમને જણાવ્યુ હતું કે, મને કોમનવેલ્થમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. એક સમય હતો, જ્યારે અમને ગ્લૂકોઝ પણ નહતુ મળતુ. મારુ એ કહેવુ છે કે ગરીબ બાળકોની મદદ કરો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here