મારી સફળતા પાછળ વિરાટ-અનુષ્કાની મોટી ભૂમિકા છે : કે.એલ.રાહુલ

0
100
Advertisement
Loading...

૧૧મી સીઝનમાં, કિંગ્સ ઇલેવન પંજાબ માટે અઢળક રન બનાવનાર ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્માએ સાથેના સંબંધો જાહેર કર્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે તે આજે જેટલી પણ સિદ્ધી મેળવી છે તેનો શ્રેય વિરાટ અનુષ્કાને જાય છે કારણ કે તેમની ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે.

તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કાના સંદર્ભમાં, રાહુલે જણાવ્યું હતું કે ૨૦૧૪માં તેણે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. આ મેચમાં, રાહુલ કોઈ ખાસ કામગીરી કરી શક્યો ન હતો અને તે કારણે તે ખૂબ નિરાશ હતો.

લોકેશ રાહુલે જણાવ્યું હતું કે તે સમય દરમિયાન તે પોતાના રૂમમાં એકલો બેઠો હતો અને મેચમાં થયેલી ભૂલોનું મૂલ્યાંકન કરી રહ્યો હતો. ત્યારે અચાનક અનુષ્કા શર્મા મારા રૂમમાં આવી અને તેની સાથે ડિનર પર જવાનું કહ્યું. કદાચ તેણે ખબર હતી કે રાહુલ કેટલો નિરાશા છે.

રાહુલે કહ્યું, ‘વિરાટ-અનુષ્કા સાથે ડિનર કરતા કરતા, મારા ચહેરા પર ઉદાસહીનતા દેખાઇ હતી. મને લાગતું હતું કે મારી કારકિર્દી શરૂ થઈ તે પહેલા જ પતી જશે. પરંતુ વિરાટ અને અનુષ્કાએ મને ટૂટવા ન દીધો અને તેમના અનુભવો મારી સાથે શેર કર્યા હતા અને મને સમજાવ્યું કે હું કેવી રીતે આવી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકું છું.’

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here