ભારતની ત્રીજા વનડેમાં 8 વિકેટે હાર, ઇંગ્લેન્ડે 2-1થી સીરીઝ જીતી

0
135
Advertisement
Loading...

ઈંગ્લેન્ડે જો રૂટના અણનમ 100 અને કેપ્ટન ઓઈન મોર્ગનના અણનમ 88 રન અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 186 રનની અતૂટ ભાગીદારીના જોરે આજે અહીં ભારતને ત્રીજી અને નિર્ણાયક વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 8-વિકેટથી સજ્જડ પરાજય આપ્યો છે. આ જીત સાથે ઈંગ્લેન્ડે ત્રણ-મેચોની સિરીઝ 2-1થી જીતી લીધી છે.

મોર્ગને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 256 રન કર્યા હતા. તેના જવાબમાં, ઈંગ્લેન્ડે 44.3 ઓવરમાં 2 વિકેટના ભોગે 260 રન કરીને મેચ જીતી લીધી હતી.
વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારત આ પહેલી જ વાર દ્વિપક્ષી વન-ડે સિરીઝ હાર્યું છે.

હવે બંને ટીમ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. પહેલી મેચ 1 ઓગસ્ટથી બર્મિંઘમમાં રમાશે.

જો રૂટે સિરીઝમાં આ સતત બીજી સદી ફટકારી છે. ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી. રૂટ વ્યક્તિગત 96 રનના સ્કોર પર હતો અને એણે હાર્દિક પંડ્યાના બોલને મિડ-વિકેટ ક્ષેત્રમાંથી બાઉન્ડરી લાઈનની પાર મોકલી દીધો હતો અને પોતાની 13મી સદી પૂરી કરી હતી. રૂટ 120 બોલનો સામનો કર્યો હતો અને દસ ચોગ્ગા ફટકાર્યા હતા. મોર્ગને તેના 108 બોલના દાવમાં એક સિક્સર અને 9 બાઉન્ડરી ફટકારી હતી.

જેમ્સ વિન્સ 27 રન અને જોની બેરસ્ટો 30 રન કરીને આઉટ થયો હતો.

ભારતના દાવમાં, કોહલી 71 રન કરીને ટોપ સ્કોરર રહ્યો હતો. શિખર ધવને 44, મહેન્દ્ર સિંહ ધોનીએ 42, શાર્દુલ ઠાકુરે અણનમ 22 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડના આદિલ રાશિદ અને ડેવિડ વીલીએ 3-3 વિકેટ લીધી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here