ભારતીય ટીમમાં અણબનાવ?કોચ-કેપ્ટનથી ખેલાડીઓ નાખુશ!

0
114
Advertisement
Loading...

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ શરૃ થઈ છે, પરંતુ આ મેચ પહેલાં કેટલાક એવા અહેવાલો મળી રહ્યા છે કે ભારતીય ટીમના ખેલાડી કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીનાં વલણથી નાખુશ છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની શ્રેણી હારી ચૂકી છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે ખેલાડીઓમાં અસુરક્ષાની ભાવનાને કારણે તેઓ ટીમ મેનેજમેન્ટથી ખુશ નથી. સૂત્રની વાત માનીએ તો કેટલાક ખેલાડીઓએ આ મામલે પોતાની લાગણી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે કેવી રીતે ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓનું મનોબળ તોડી નાખ્યું છે.

એક ખેલાડીના જણાવ્યા અનુસાર ટીમમાં સતત ફેરફાર કરવાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. કેટલું સારું થાત કે અમને જણાવી દેવામાં આવ્યું હોત કે આ ખેલાડી પ્રથમ ત્રણ ટેસ્ટમાં રમશે અને પછી દરેક ખેલાડી કોઈ જ ચિંતા વિના પોતાના પ્રદર્શન પર ધ્યાન લગાવી શકાય. કોહલી સારો માણસ છે, ટીમનું સારું ઇચ્છે છે, પરંતુ અંતિમ ઈલેવનમાં સતત ફેરફાર કરવાથી ખેલાડીઓનું મનોબળ તૂટી જાય છે. એક અન્ય ક્રિકેટરે કહ્યું, *જ્યારે કોઈ ખેલાડીને ફક્ત એક મેચની નિષ્ફળતા પછી હટાવી દેવામાં આવે છે ત્યારે મનમાં એક સવાલ ઊઠે છે કે તેઓ શા માટે આવું કરી રહ્યા છે?* સવાલ તો મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની ભૂમિકા સામે પણ ઊઠયા છે. ખેલાડીઓને લાગે છે કે શાસ્ત્રીની મંજૂરી વિના કોહલી ટીમમાં ફેરફાર કરી શકતો નથી. એક ક્રિકેટરનું કહેવું છે કે, *બની શકે કે શાસ્ત્રીને એવું લાગતું હોય કે અમે તેમના પ્રમાણે નથી રમી રહ્યા, પરંતુ જ્યારે અમારા મનમાં જ અસુરક્ષાની લાગણી આવી જશે તો અમે દરેક મેચ કેવી રીતે જિતાડી શકીશું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here