ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીએ ફટકારી ઐતિહાસિક સેન્ચ્યુરી, 20 બોલમાં 102 રન

0
340
Gros Islet : India's wicketkeeper Wriddhiman Saha celebrates after he scored a century against West Indies during day two of their third cricket Test match at the Daren Sammy Cricket Ground in Gros Islet, St. Lucia, Wednesday, Aug. 10, 2016.AP/PTI(AP8_10_2016_000307B)
Advertisement
Loading...

આઈપીએલ 2018 પહેલા વિકેટકીપર અને બેટ્સમેન રિદ્ધિમાન સહાએ તોફાની બેટિંગ કરીને બધાને ચોંકાવી દિધા છે. સહાએ જેસી મુખર્જી ટ્રોફી ટી-20ના મુકાબલામાં મોહન બાગાન ક્લબ તરફથી રમતા 20 દડા આક્રમક સદી ફટકારી છે. સહા ક્રિસ ગેઈલ કરતા પણ આગળ નિકળી ગયો છે. ગેઈલે આઈપીએલ 2013માં 30 બોલમાં સદી ફટકારી હતી.

33 વર્ષના સહાએ બીએનઆર રિક્રિએશન ક્લબની વિરૂદ્ધમાં શનિવારે કાલીઘાટ મેદાન પર આ કારસ્તાન કર્યું. વિરોધી ટીમે 20 ઓવરમાં 151 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ઓપનર સહા અને કેપ્ટન શુભમય દાસે શાનદાર ભાગીદારી કરી 7 ઓવરમાં 154 રન બનાવી મેચ જીતી લીધી હતી. શુભમય 22 બોલમાં 43 રન બનાવીને નોટઆઉટ રહ્યો જ્યારે સહા આ મેચમાં છવાઈ ગયો હતો.

સહા 14 સિક્સ અને 4 ફોર સાથે 20 બોલમાં 102 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 510.00 હતી.

ઓફિશિયલ મેચોમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારવાની વાત કરીએ તો આ સૌથી ઝડપી સદી છે. સાહાએ આ સદી ફટકારી તે ટી-20માં પહેલીવાર થયું નથી. તેણે આઈપીએલ 2014ની ફાઈનલમાં 55 બોલમાં નોટઆઉટ 115 રન બનાવ્યા હતાં. આ વખતે સાહાને સનરાઈઝ હૈદરાબાદે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here