ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે દક્ષિણ આફ્રિકામાં વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમનાર ભારતની 16-મહિલા સભ્યોની ટીમની આજે જાહેરાત કરી છે.

ભારતની મહિલાઓ ફેબ્રુઆરીમાં આઈસીસી વીમેન્સ ચેમ્પિયનશિપ (2017-2020)ના ભાગરૂપે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વન-ડે મેચોની સિરીઝ રમવાની છે. પહેલી મેચ પાંચ ફેબ્રુઆરીએ રમાશે. ત્યારબાદ 7 અને 10 ફેબ્રુઆરીએ અન્ય મેચો રમાશે. પહેલી બે મેચ કિમ્બર્લીમાં અને ત્રીજી પોશટ્રૂમમાં રમાશે.

વન-ડે શ્રેણી બાદ પાંચ મેચોની ટ્વેન્ટી-20 સિરીઝ રમાશે. એ માટેની ટીમની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

ભારતની મહિલા ટીમ આ મુજબ છેઃ મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ કેપ્ટન), સુષમા વર્મા (વિકેટકીપર), એકતા બિશ્ટ, સ્મૃતિ મંધાના, પૂનમ યાદવ, પૂનમ રાઉત, રાજેશ્વરી ગાયકવાડ, જેમીમા રોડ્રિગ્સ, ઝુલન ગોસ્વામી, દીપ્તી શર્મા, શિખા પાંડે, મોના મેશરામ, પૂજા વસ્ત્રાકર, વેદા કૃષ્ણમૂર્તિ અને તાન્યા ભાટિયા (વિકેટકીપર).

જેમીમા રોડ્રિગ્સ મુંબઈની 17 વર્ષની સ્કૂલ ગર્લ છે. તે ભારતની મહિલા ટીમની સૌથી યુવાન વયની ખેલાડી છે.

મિતાલી રાજે જ્યારે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ત્યારે એ 16 વર્ષની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here