ભારત-પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં રમાશે ક્રિકેટ મેચ ? જાણો

0
150
Advertisement
Loading...

ક્રિકટની દુનિયાના કટ્ટર હરિફ અને ભારત પાકિસ્તાન ફરી એકવખત આમને સામને ટકરાશે. ફેન્સને આ હાઇવૉલ્ટેજ મેચ હવે આગામી એશિયા કપમાં જોવા મળશે. આઇસીસીએ એશિયા કપ 2018નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે જેમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ સ્ટેજમાં રાખવામાં આવ્યા છે. એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો સામનો પાકિસ્તાન સાથે 19 સપ્ટેમ્બરે થશે.

આગામી એશિયા કપ દુબઇમાં રમાશે એશિયા કપમાં 6 ટીમ ભાગ લઇ રહી છે.ભારત-પાકિસ્તાન સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન રમશે જ્યારે અન્ય એક ટીમ ક્વોલિફાયર હશે. અહી આખી ટૂર્નામેન્ટનું શિડ્યૂલ્ડ આપવામાં આવ્યું છે.

ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન સિવાય આ ગ્રુપમાં એક ક્વોલિફાયર ટીમ હશે. જેમાં યુએઇ, સિંગાપુર, નેપાળ, ઓમાન, મલેશિયા અને હોંગકોંગ વચ્ચે દાવેદારી છે. જ્યારે ગ્રુપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને રાખવામાં આવ્યા છે. ભારતને ગ્રુપ સ્ટેજમાં આરામ નહી મળે.

ભારતે 18 અને 19 સપ્ટેમ્બરે સતત 2 મેચ રમવાની છે. 18 તારીખે પ્રથમ મેચ ક્વોલિફાયર ટીમ સામે જ્યારે 19 તારીખે પાકિસ્તાન સામે ટક્કર થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ દુબઇમાં 15 સપ્ટેમ્બરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. ખિતાબી મુકાબલો 28 સપ્ટેમ્બરે રમાશે. દરેક ગ્રુપમાં ટોપ 2 ટીમ સુપર ફોર માટે ક્વોલિફાયર કરશે જે બાદ બે ટીમો વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે.

એશિયા કપનો કાર્યક્રમ:- ગ્રુપ સ્ટેજ મેચો- 15 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ Vs શ્રીલંકા (દુબઇ), 16 સપ્ટેમ્બર- પાકિસ્તાન Vs ક્વોલિફાયર (દુબઇ), 17 સપ્ટેમ્બર- શ્રીલંકા Vs અફઘાનિસ્તાન (અબુધાબી), 18 સપ્ટેમ્બર- ભારત Vs ક્વોલિફાયર (દુબઇ), 19 સપ્ટેમ્બર- ભારત Vs પાકિસ્તાન (દુબઇ), 20 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ Vs અફઘાનિસ્તાન (દુબઇ)

સુપર ફોર મેચોઃ- 21 સપ્ટેમ્બર-ગ્રુપ એ વિનર Vs ગ્રુપ-બી રનરઅપ (દુબઇ), 23 સપ્ટેમ્બર-ગ્રુપ બી વિનર Vs ગ્રુપ-બી રનરઅપ (અબુધાબી), 25 સપ્ટેમ્બર-ગ્રુપ એ વિનર Vs ગ્રુપ-બી વિનર (દુબઇ), 26 સપ્ટેમ્બર-ગ્રુપ એ રનરઅપ Vs ગ્રુપ-બી રનરઅપ (અબુધાબી), 28 સપ્ટેમ્બર- ફાઇનલ (દુબઇ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here