ચોથી ટેસ્ટમાં ભારતનો ૬૦ રને થયો પરાજય, ઈંગ્લેન્ડનો શ્રેણી વિજય

0
86
Advertisement
Loading...

સાઉથમ્પ્ટન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ચોથી મેચમાં ટીમ ઇન્ડિયાનો ૬૦ રને પરાજય થયો છે. યજમાન ટીમ ઈંગ્લેંડ દ્વારા આપવામાં આવેલા ૨૪૫ રનના ટાર્ગેટ સામે ભારત ૧૮૪ રન જ બનાવી શક્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે શ્રેણી ૧-૩થી ગુમાવી દીધી છે, જયારે ઈંગ્લેંડની ટીમે આ શાનદાર જીત સાથે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ૩-૧થી જીતી લીધી છે.

આ હાર સાથે જ ભારતીય ટીમનું ૧૧ વર્ષ બાદ ઈંગ્લેંડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું સ્વપ્ન પણ અધૂરું રહ્યું છે. આ પહેલા ૨૦૦૭માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીમાં ભારતે ટેસ્ટ સિરીઝ જીતી હતી.

બીજી ઇનિંગ્સમાં ભારત ૧૬૦ રનમાં થયું તંબુભેગું

યજમાન ટીમ બીજી ઇનિંગ્સમાં ૨૭૧ રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી અને ભારતીય ટીમને ટેસ્ટ મેચ જીતવા માટે ૨૪૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ભારત બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૬૦ રન જ બનાવી શક્યું હતું.

ભારત તરફથી ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ ૦, પુજારા ૫ રન, અને ધવન ૧૭ રન બનાવી પેવેલિયનમાં પાછા ફર્યા હતા. સસ્તામાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી અને રહાનેએ ત્રીજી વિકેટ માટે ૧૦૧ રનની ભાગીદારી નોધાવી હતી. પરંતુ ત્યારબાદ ૧૨૩ રનના સ્કોરે વિરાટ કોહલી આઉટ થયા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો. મિડલ ઓર્ડર બેટ્સમેન રહાને ૫૧ અને આર અશ્વિને ૨૫ રન બનાવ્યા હતા.

જયારે ઈંગ્લેંડ તરફથી સ્પિન બોલર મોઈન અલીને સૌથી વધુ ૪ વિકેટ ઝડપવાની સાથે જ મેચમાં કુલ ૯ વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરશન અને સ્ટોકસે અનુક્રમે ૨ – ૨ વિકેટ ઝડપી હતી.

યજમાન ટીમે બીજી ઇનિંગ્સમાં બનાવ્યા ૨૭૧ રન

ભારત દ્વારા આપવામાં આવેલી ૨૭ રનની લીડ સામે ઈંગ્લેંડની ટીમે બીજી ઇનિંગ્સમાં ૨૭૧ રન બનાવ્યા છે. યજમાન ટીમ તરફથી ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂક ૧૨ રન, કેટન જેનીગ્સ ૩૬ રન, મોઈન અલી ૯ રન અને કેપ્ટન જો રૂટે ૪૮ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા. જયારે બટલર ૬૯ રન, સ્ટોક્સ ૩૦ રન, આદીલ રશીદ ૧૧, સેમ કુરેન ૪૬, અને બ્રોડ 0 રન બનાવી આઉટ થયા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here