ભારતીય ટીમે સતત ૯ વનડે સીરીઝ જીતીને ઑસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો.

0
135
India beat Australia by 9 consecutive ODI series
Advertisement
Loading...

(GNS) પોર્ટ એલિઝાબેથ, વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે પાંચમી વનડે જીતીને હાલની સીરીઝમાં ૪-૧માં અજેય લીડ મેળવી લીધી છે. આની સાથે ટીમ ઇન્ડિયાએ ૨૬ વર્ષમાં પહેલીવાર સાઉથ આફ્રિકન ધરતી પર વનડે સીરીઝ જીતીને માત્ર ઇતિહાસ જ નથી રચ્યો પણ સતત ૯ બાયલેટરલ (દ્વિપક્ષીય) વનડે સીરીઝ જીતીને ઓસ્ટ્રેલિયાને પાછળ પાડી દીધું છે.

સતત સૌથી વધુ દ્વિવપક્ષીય વનડે સીરીઝ જીતવાની વાત કરીએ તો આ વર્લ્ડ રેકોર્ડ વેસ્ટઇન્ડિઝના નામે છે, જેને મે ૧૯૮૦ થી માર્ચ ૧૯૮૮ દરમિયાન સતત ૧૫ સીરીઝ પર કબ્જો જમાવ્યો હતો. હવે ટીમ ઇન્ડિયા સતત ૯ સીરીઝ જીતીને બીજા સ્થાન પર પહોંચી ગઇ છે જ્યારે ઓસ્ટ્રેલિયા (૮) ત્રીજા નંબર પર છે.

સતત બાયલેટરલ સીરીઝ જીતવાનો રેકોર્ડ- ૧૫ વનડે- વેસ્ટ ઇન્ડિઝ (૧૯૮૦-૧૯૮૮), ૯ વનડે – ભારત (૨૦૧૬ થી લઇ કન્ટીન્યૂ), ૮ વનડે- ઓસ્ટ્રેલિયા (૨૦૦૯-૧૦), ૭ વનડે- પાકિસ્તાન (૨૦૧૧-૨૦૧૨).ટીમ ઇન્ડિયાની સતત ૯ બાયલેટરલ વનડે સીરીઝ જીતવાનો સિલસિલો ૨૦૧૬માં ઝિમ્બાબ્વેથી શરૂ થયો હતો, ત્યારબાદ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ (૨૦૧૬), ઇગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા (૨૦૧૭) પછી સાઉથ આફ્રિકાને ધમરોળીને આ ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here