અન્ડર-૧૯માં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવી ભારત ફરી વિશ્વ વિજેતા બન્યું

0
223
India again became world winner by defeating Australia by eight wickets in Under-19
Advertisement
Loading...

(જી.એન.એસ)ન્યુ દિલ્હી, ભારત ઓસ્ટ્રેલિયા સામે આઠ વિકેટથી વર્લ્ડકપની ફાઇનલ મેચમાં વિજયી બન્યુ છે. આ જીતની સાથે જ ભારતે વર્લ્ડકપમાં ઈતિહાસ રચી દીધો છે.
અન્ડર-૧૯ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત મેચ જીતવા માટે ૨૧૭ રનનો પડકાર આપ્યો હતો. ભારતે ૩૮ ઓવરમાં ૨૨૦ રન બનાવીને આ મેચ જીતી લીધી છે. આ સાથે જ ભારત ચૌથી વાર અન્ડર-૧૯ વર્લ્ડકપમાં વિજય હાંસલ કર્યો છે.

ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ભારતે ૩૮ ઓવરમાં ૨૨૦ રન બનાવીને આ મેચ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવી ટીમ ઈન્ડિયાની યંગ બ્રિગેડે ફરી વર્લ્ડ કપ હસ્તક કરી લીધો છે.શુભમ ગીલને મળ્યો મેચ ઓફ ધી સીરિઝનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ફાઇનલમાં સદી ફટકારનાર મનજોત કલારાને મેન ઓફ ધી મેચનો અવોર્ડ મળ્યો. મ્ઝ્રઝ્રૈંએ પ્રાઈઝ મનીની જાહેરાત કરી. દરેક ખેલાડીને રૂ. ૨૦ લાખ અને કોચ રાહુલ દ્રવીડને રૂ. ૫૦ લાખ મળશે. મનજોત કલારાએ ૧૦૧ બોલમાં ૧૦૦ રન બનાવીને સદી પૂરી કરી છે. કેપ્ટન પૃથ્વી શૉ ૨૯ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.- શુભમ ગીલ ૩૦ બોલમાં ૩૧ રન બનાવીને આઉટ થઈ ગયો છે.

ઓસેટ્રેલિયાની આખી ટીમ ૪૭.૨ ઓવરમાં ૨૧૬ રને સમેટાઈ ગઈ હતી. ઈશાન પેરોલે (૨/૩૦), કમલેશ નાગરકોટીએ (૨/૪૧), શિવા સિંહે (૨/૩૬) અનુકુલ રોયે (૨/૩૨) અને શિવમ માવી (૪૬/૧)એ બોલિંગ કરીને ઓસ્ટ્રિ્‌લયાની ટીમને પૂરી ૫૦ ઓર રમવા પણ નહતા દીધા.

ભારતીય બોલરોએ કમાલની બોલિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર ન બનાવવા દીધો. ઈશાન પોરેલ, અનુકૂલ રોય, કમલેશ નાગરકોટી અને શિવા સિંગે ૨-૨ વિકેટો લીધી. શિવમ માવીને પણ એક વિકેટ મળી હતી. ભારતને અત્યાર સુધી થયેલી મેચમાં દરેક ટીમને ઓલઆઉટ કરી છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો મેક્સ બ્રાયટના રૂપમાં પડ્યો હતો. તે ૧૪ રને ઇશાન પોરેલની ઓવરમાં અભિષેક શર્માને કેચ આપી બેઠો હતો. ઓસ્ટ્રેલિયાને બીજો ફટકો જેક એડવર્ડના રૂપમાં લાગ્યો હતો. જેક ૨૮ રન બનાવી ઇશાન પોરેલની ઓવરમાં કમલેશ નાગરકોટીને કેચ આપી બેઠો હતો. ઓસ્ટ્રેલિયાને ત્રીજો ફટકો કેપ્ટન જેસન સાંગાના રૂપમાં પડ્યો હતો. જેસન ૧૩ રને કમલેશ નાગરકોટીની ઓવરમાં વિકેટ પાછળ હાર્વિક દેસાઇને કેચ આપી બેઠો હતો.
ટીમ ઈન્ડિયા ગ્રૂપે મેચમાં ઓસ્ટ્રેલિયા, પાપુઆ ન્યૂગિની, ઝિમ્બાબ્વેને હરાવ્યા છે. ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યા અને સેમી ફાઈનલમાં પાકિસ્તાનને ૨૦૩ રનથી હરાવ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here