ઘાયલ થયો આ સ્ટાર ક્રિકેટર, માથામાં લેવા પડ્યા 16 ટાંકા જુઓ તસવીરોમાં

0
520
Advertisement
Loading...

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મિચેલ જોનસને તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જે તેના ફેન્સને ખાસ પસંદ પડી રહ્યો નથી.

જિમમાં એક્સરસાઇઝ દરમિયાન જોનસનને માથામાં ઇજા થઈ અને આ અંગે ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી દીધો. જે જોવામાં થોડો વિચિત્ર લાગી રહ્યો છે.

જિમ સેશન દરમિયાન તેના માથા પર ભૂલથી મશીન પડ્યું હતું. જેના કારણે તેના માથામાં મોટો ઘા પડ્યો. આ ઘા એટલો ઊંડો હતો કે તેમાંથી લોહી નીકળતું બંધ કરવા માટે 16 ટાંકા લેવા પડ્યા.

જોનસને ફોટો શેર કરીને લખ્યું કે, જો તમે ઇજા અને લોહી ન જોઈ શકતાં હો તો આ તસવીર ન જોતાં. આ મારા દ્વારા ખુદ માટે અત્યાર સુધી કરવામાં આવેલું સૌથી ખરાબ કામ છે. પરંતુ હાલ હું ઠીક છું.

જોનસનની ઇજાથી સૌથી મોટો ફટકો આઇપીએલ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સને લાગી શકે છે. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં થયેલી આઇપીએલ હરાજીમાં કેકેઆરે જોનસનને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ગંભીર ઇજાને જોતાં કેકેઆરની ચિંતા વધી ગઈ છે.

આઈપીએલ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ક્રિસ લિન અને આંદ્રે રસેલની ઇજાના સમાચારથી કિંગ ખાનની ટીમની મુશ્કેલી વધી છે. આ સ્થિતિમાં જોનસનના માથાની ઇજાએ કેકેઆરની મુશ્કેલી વધારી દીધી છે.

જોનસન આ પહેલા આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વતી રમી ચૂક્યો છે. હાલ ન માત્ર કેકેઆર પરંતુ જોનસનના ચાહકો પણ તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here