ફુટબોલ વિશ્વકપ : ક્રોએશિયાને 4-2થી કચડી, ફ્રાંસ 20 વર્ષ બાદ બન્યું વર્લ્ડકપ ચેમ્પિયન

0
148
Advertisement
Loading...

ફુટબોલ વિશ્વકપની દિલ દહેલાવી દેતી વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાંસે ક્રોએશિયાને 4-2થી કચડી નાખ્યું છે. રશિયામાં ચાલી રહેલ ફુટબોલ વિશ્વ કપમાં ક્રોએશિયાએ મેજર અપસેટ સર્જતા મોટી ટીમોને હરાવી દીધી હતી. જે પછી પહેલીવાર ક્રોએશિયાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ફાઇનલમાં ક્રોએશિયાને જીતનો સ્વાદ ચાખવા નહોતો મળ્યો. ફ્રાંસે બહેતરીન પ્રદર્શન કરતા ક્રોએશિયાને આસાનીથી આ મેચમાં હરાવી દીધું હતું. આ સાથે જ ફ્રાંસ 1998 બાદ બીજી વાર ફુટબોલ વિશ્વકપનું મહારાજા બન્યું છે. આ પહેલા તેણે 1998ની બ્રાઝીલ સામેની મેચમાં વિરોધી ટીમને 3-0થી હરાવ્યું હતું.

મેચની હાઇલાઇટ જોવામાં આવે તો 18 મી મિનિટે મારિયો મૈંડબુકિચે ગોલ ફટકારતા ફ્રાંસને પહેલી સરસાઇ મળી હતી. જો કે બાદમાં 28મી મિનિટે ક્રોએશિયાના ઇવાન પેરિસિચે બીજો ગોલ ફટકાર્યો હતો. મેચ બરાબરી પર આવી જતા પ્રેક્ષકોના શ્વાસ પણ થંભી ગયા હતા. એક સમયે લાગતું હતું કે આ મેચ રસાકસીમાં પરિણમશે, પરંતુ ફ્રાંસને તુરંત જ પેનલ્ટી મળી જતા એન્ટોની ગ્રીજમૈને 38મી મિનિટે બીજો ગોલ ફટકારી દીધો હતો.

બાદમાં પોલ પોગ્બાએ 59મી મિનિટે ત્રીજો ગોલ ફટકાર્યો અને એમબાપે 65મી મિનિટે ગોલ ફટકારતા જ ફ્રાંસે 4-1થી આગેકૂચ કરી. આ સમયે ક્રોએશિયાના હાથમાંથી મેચ છીનવાઇ ચૂક્યો હતો. ત્યારે મેચમાં પરત ફરતા ક્રોએશિયાના ખેલાડી મૈંડજુકિચે 69મી મિનિટે ગોલ ફટકારી જીતની ઉમ્મીદ જગાવી. પણ બાદમાં મેચ દરમિયાન ફ્રાંસે ક્રોએશિયાને એક પણ ગોલ કરવાનો મોકો ન આપ્યો.

જ્યારે બીજી તરફ ક્રોએશિયાએ પણ ફ્રાંસ જેવી મજબૂત ટીમ સામે બે ગોલ ફટકાર્યા હતા. જેમાં 28મી મિનિટે ઇવાન પેરેસ્કીએ પહેલો ગોલ ફટકારતા ફ્રાંસ સામેની મેચ સરભર થઇ ગઇ હતી. તો મારિયો મેન્ડઝુકીએ 69 મી મિનિટે બીજો ગોલ ફટકાર્યો હતો.

ક્રોએશિયાની હાર સાથે તેની જીતનું સપનું તો રોળાઇ ચૂક્યું છે. ત્યારે પહેલી વાર ફાઇનલમાં પહોંચેલી ક્રોએશિયાની ટીમના ફેન્સ પણ તેની આ હારથી દુખી થયા હતા. તો બીજી તરફ સમગ્ર ફાંસ અને સ્ટેડિયમમાં બેઠેલા ફ્રાંસ પ્રશંસકો જુમી ઉઠ્યા હતા.

1998માં જ્યારે ફ્રાંસે પ્રથમ વિશ્વકપ જીત્યો ત્યારે તેના કેપ્ટન ડિડિયર ડેસચૈમ્પ્સ હતા. જે અત્યારે ટીમના કોચ છે. આજ રીતે ખેલાડી અને બાદમાં કોચના રૂપે ટીમને વિશ્વકપ જીતાડનારા વિશ્વના ત્રીજા વ્યક્તિ બની ચૂક્યા છે. આ પહેલા બ્રાઝીલના મારિયો જગાલો અને જર્મનીના ફ્રેક બેકનબઉર આ ઉપલબ્ધિ હાંસિલ કરી ચૂક્યા છે.

વર્લ્ડ કપમાં સર્વાધિક 6 ગોલ ફટકારનારો ઇંગ્લેન્ડનો ખેલાડી હેરી કેન ગોલ્ડન બુટનો દાવેદાર બન્યો હતો. 24 વર્ષીય ખેલાડીએ વર્લ્ડ કપમાં રોનાલ્ડો મેસ્સી કે નેયમાર જેવા ખેલાડીઓની હાજરી હોવા છતા પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. અને રશિયામાં યોજાયેલા ફુટબોલ વિશ્વકપમાં તે બેસ્ટ પ્લેયર ઉપરાંત યુવાનો માટેનો રોલ મોડેલ અને નવા હિરો તરીકે ઉભરી આવ્યો હતો.

તો ગોલ્ડન બોલ એર્વોડ ક્રોએશિયાના લ્યુકા મોડરિકને આપવામાં આવ્યો હતો. જેણે ઇંગ્લેન્ડ અને રશિયા જેવી ધરખમ ટીમ સામે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું.

બેલ્જિયમના થિબોટ કોર્ટોઇસને ગોલ્ડન ગ્લોવ્સ એર્વોડ એનાયત કરાયો હતો.

કાયલી મબેપ્પાને સર્વશ્રેષ્ઠ યુવા પ્લેયરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ફ્રાંસની ટીમને ફાઇનલમાં પહોચાડવા માટે તેની અહમ ભૂમિકા રહી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here