ખુદને ફીલ કરો, ચહેરા પર ખુશી આવે એ માટે તમારી રમતનો આનંદ લો : સહેવાગ

0
116
Advertisement
Loading...

આઇપીએલની ૧૧મી સીઝનમાં જોરદાર બેટિંગ દ્વારા પોતાની પ્રતિભાની છાપ છોડનારા લોકેશ રાહુલે પોતાની સફળતાનો શ્રેય વિરેન્દ્ર સેહવાગને આપ્યો છે. તેણે કહ્યું કે, “પૂર્વ વિસ્ફોટક બલ્લેબાજે કિંગ્સ ઇલેવન પંજાબનાં દરેક ખેલાડીને મન-મરજી પ્રમાણે રમવાની છૂટ આપી હતી. આ કારણે હું મારી રમત સુધારી શક્યો.” આર. અશ્વિનની કપ્તાની હેઠળ ઉતરેલી પંજાબની ટીમે શરૂઆત સારી કરી હતી, પરંતુ પ્લેઑફમાં જગ્યા બનાવી શકી નહોતી.

ટીમ શરૂઆતનાં ૬ મુકાબલામાં સતત જીત મેળવી હતી. કેએલ રાહુલે આ વર્ષે આઇપીએલમાં સૌથી વધુ રન ફટકારી ત્રીજા નંબરે રહ્યો હતો. રાહુલે કહ્યું કે, “હું ઘણીવાર સેહવાગ પાસે વાત કરવા માટે ગયો હતો. સલાહની રીતે તેમણે દરેક ખેલાડીને એ જ કહ્યું કે, ખુદને ફીલ કરો અને ચહેરા પર ખુશી આવે એ માટે તમારી રમતનો આનંદ લો.”

આઇપીએલનાં ૧૪ મુકાબલામાં ૫૪.૯૧ રનની સરેરાશથી ૬૫૯ રન બનાવનારા કર્ણાટકનાં ઑપનર રાહુલે કહ્યું કે, “આવું ફક્ત મારી સાથે નથી થયું, પરંતુ ટીમનાં દરેક બેટ્‌સમેન અને બોલરને સેહવાગે આઝાદી આપી હતી. સાથે જ તેમણે પોતાની રમત પર ફોકસ કરવા કહ્યું હતુ. તેમણે કહ્યું કે મેચનું રિઝલ્ટ કંઇપણ હોય તેનાથી ફર્ક નથી પડતો. તમે તમારું બેસ્ટ આપો, ગેમ પર ફોકસ કરો.”
રાહુલે કહ્યું કે આ આઇપીએલએ તેને ઘણું બધુ આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે સેહવાગ સ્પષ્ટ બોલવાર ક્રિકેટર છે. તે ટીમ પર ભરોસો કરે છે. (GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here