ઓહો…ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાની દાઢીનો વિમો ઉતરાવ્યો..!?

0
124
Advertisement
Loading...

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ પોતાની શાનદાર બેટિંગના કારણે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર પણ ઘણો લોકપ્રિય છે. વિરાટ કોહલી પોતાની ફિટનેસ અને દેખાવ પર ઘણું ધ્યાન આપે છે. તે છેલ્લા ઘણા વર્ષોથી દાઢી રાખે છે.
ભારતીય ક્રિકેટના ચાહકોને તેનો આ દેખાવ ઘણો પસંદ આવી રહ્યો છે. વિરાટ કોહલીના દાઢીવાળા દેખાવને ભારતીય ચાહકો જ નહીં પરંતુ સાથી ખેલાડીઓ પણ કોપી કરતા જોવા મળી રહ્યાં છે. ખરેખર તો વિરાટ કોહલીની દાઢી દેશભરના યુવાઓમાં મશહૂર છે.

આ વચ્ચે ટીમ ઇન્ડીયાના સ્ટાર ક્રિકેટર લોકેશ રાહુલે કોહલીનો એક વીડિયો ટિ્‌વટ કર્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો વિરાટની સાથે જોવા મળી રહ્યાં છે. કોહલી સોફા પર બેઠો છે અને બે શખસ તેની દાઢીનો ફોટો લઇ રહ્યાં છે. તેની સિવાય કોહલીને એક પેપર પર સાઇન કરતો પણ જોઇ શકાય છે.
વિરાટના આ વીડિયોને શેર કરતા રાહુલે લખ્યું છે કે વિરાટ, હું જાણું છું કે તુ દાઢીને લઇને ખુબ જનુની છે. પરંતુ તારી દાઢીના વીમાને લઇને આ ખબર મારી થીયરીને સાચી સાબિત કરી રહી છે. લોકેશ રાહુલના આ ટિ્‌વટ બાદ એવુ માનવામાં આવી રહ્યું છે કેવિરાટ કોહલીએ પોતાની દાઢીનો વીમો ઉતારી લીધો છે. જો કે આ ખબરને હજુ સુધી સત્તાવાર સમર્થન મળ્યું નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here