વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઈનલમાં પીવી સિંધૂનો પરાજય

0
102
Advertisement
Loading...

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઈતિહાસ બનાવી શકી નથી. પી.વી. સિંધુની તેની પ્રતિસ્પર્ધી કેરોલીના મારિન સામે હાર થઈ છે. સ્પેનની કેરોલીના મારિને ફાઈનલમાં દમદાર ખેલનું પ્રદર્શન કરતા સિંધુને 21 વિરુધ 19 અને 21 વિરુદ્ધ 10ના સીધા સેટમાં મ્હાત આપી છે.

તેની સાથે જ મારિને ગોલ્ડમેડલ પોતાના નામે કર્યો છે અને સિંધુને સિલ્વર મેડલથી જ સંતુષ્ટ થવું પડયું છે. જો પી. વી. સિંધુ આ મેચ જીતી જાત. તો તે એક ઈતિહાસ બનાવવામાં કામિયાબ થાત.

આજ સુધી કોઈપણ ભારતીય ખેલાડીએ વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીતવામાં સફળતા મેળવી નથી. હવે ફાનલમાં સિંધુની હાર બાદ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પયનશિપમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કરવા માટે વધુ રાહ જોવી પડશે. સિંધુ અને કેરોલિના વચ્ચે કુલ બાર મુકાબલા થયા છે. જેમાથી સાતમાં કેરોલિનાને જીત પ્રાપ્ત થઈ છે. જ્યારે સિંધુ પાંચ મુકાબલમામાં જીતવામાં સફળ રહી છે. આ પહેલા મલેશિયા ઓપનમાં બંને વચ્ચેના મુકાબલામાં સિંધુએ કેરોલિનાને 22 વિરુદ્ધ 22 અને 21 વિરુદ્ધ 19ના સેટમાં હાર આપી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here