દિનેશ કાર્તિક સુપર હીરો, છેલ્લા બોલ પર સિક્સ ફટકારી અપાવી અકાલ્પનિક જીત

0
332
Advertisement
Loading...

ભારતે બાંગ્લાદેશને 4 વિકેટથી હાર આપી મેચ જીતવાની સાથે ટ્રોફી પણ જીતી હતી. ભારે રોમાંચક બનલી મેચમાં ભારતને છેલ્લી ઓવરમાં જીતવા 12 રન અને 1 બોલમાં 5 રનની જરૂર હતી. પરંતુ સૌમ્ય સરકારની ઓવરમાં છેલ્લા બોલ પર દિનેશ કાર્તિકે સિક્સ ફટકારી ભારતને અકાલ્પનિક જીત અપાવી હતી. ભારત તરફથી રોહિત શર્માએ 56 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે દિનેશ કાર્તિકે માત્ર 8 બોલમાં 29 રન બનાવી ભારતને જીત અપાવી હતી

આ પહેલા નિદાહાસ કપ T-20 ટ્રાઇ સીરિઝની ફાઇનલ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 166 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શબ્બીર રહેમાને સર્વાધિક 77 રનનું યોગદાન આપ્યું હતું. શબ્બીરે ટી-20 કરિયરની ચોથી અડધી સદી ફટકારી હતી.

ભારત તરફથી ચહલે 3 વિકેટ લીધી હતી. જયદેવ ઉનડકટને 2 સફળતા મળી હતી. વોશિંગ્ટન સુંદરે પણ 1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશના 2 ક્રિકેટર રન આઉટ થયા હતા.

નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને છેલ્લા બોલ પર 4 વિકેટથી હરાવીને મેચ અને ટ્રોફી જીતી હતી. ભારતની આ જીતમાં વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું મહત્વનું યોગદાન રહ્યું હતું. દિનશ કાર્તિક ઉપરાંત પણ અન્ય ક્રિકેટરોએ બેટિંગ અને બોલિંગ દ્વારા ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here