સેક્સના આવા સવાલ પૂછવામાં અચકાય છે મહિલાઓ…

0
255
Young couple in bedroom
Advertisement
Loading...

દુનિયાભરમાં એવી અનેક મહિલાઓ હશે જેને મનમાં સેક્સ વિશે અનેક સવાલો હશે. જોકે, સંકોચ અને શરમાળ પ્રકૃતિના કારણે આ સવાલના જવાબ મેળવવામાં ખૂબ મુશ્કેલી થતી હશે. તમારે એ સમજવાની જરૂર છે કે સેક્સને લગતાં સવાલોના જવાબ મેળવવા માટે સંકોચ અથવા શરમ રાખવાની કોઈ જ જરૂર નથી. અમે તમને જણાવી રહ્યાં છીએ સેક્સને લગતાં 6 સામાન્ય સવાલ જેને પૂછતાં મહિલાઓ અસહજતા અનુભવે છે.

શું મારો પાર્ટનર નકલી ઓર્ગેઝમ કરી શકે છે?

જ્યારે પણ ફેક ઓર્ગેઝમની વાત થાય છે તો માત્ર મહિલાઓનો જ ઉલ્લેખ થાય છે પરંતુ અનેક કિસ્સાઓમાં પુરૂષ પણ આવું કરે છે. 2016માં સેક્સ્યુઅલ એન્ડ રિલેશનશિપ થેરાપી જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ અનુસાર નોર્થ અમેરિકાના 30 ટકા પુરુષોએ સ્વીકાર્યું હતું કે તેઓ અનેકવાર નકલી ઓર્ગેઝમ કરે છે. આવું કરવા પાછળનું કારણ આલ્કોહોલની અસર, થાક, તણાવ અથવા દવા પણ જવાબદાર હોય શકે છે. જોકે, ઓર્ગેઝમ સુધી ન પહોંચ્યા હોય તો તેનો મતલબ એ નહીં કે તમે સેક્સને એન્જોય નથી કર્યું.

મને એનલ સેક્સ વધારે પસંદ છે, શું આ વાત નોર્મલ છે?

હા, આ નોર્મલ વાત છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મહિલાઓ એનલ સેક્સ પસંદ કરે છે. તેમને એનલ સેક્સ ન કરનારી મહિલાઓની સરખામણીમાં વધારે ઓર્ગેઝમ અનુભવાય છે. આ પાછળનું કારણ છે કે શરીરના આ ભાગમાં સંવેદનશીલ નસો આવેલી હોય છે. આથી જો તમે એનલ સેક્સનો અનુભવ લીધો હશે તો તમને વજાઈનલ સેક્સથી વધારે પસંદ આવશે.

સેક્સ દરમિયાન પાર્ટનર બર્થ કંટ્રોલ ડિવાઈસ અનુભવી શકે?

સેક્સ દરમિયાન કોઈલ (બર્થ કંટ્રોલ ડિવાઈસ)ને પાર્ટનર દ્વારા ફીલ કરવામાં કોઈ ભય નથી પરંતુ જો તમે ઈચ્છો તો ડોક્ટરને કહીને બીજીવાર ફીટ કરાવી શકો છો. જેથી તમને અને તમારા પાર્ટનરને કમ્ફર્ટેબલ રહે. જો તમારો પાર્ટનર સેક્સ દરમિયાન બર્થ કંટ્રોલ ડિવાઈસ અનુભવી શકે છે. તેનો મતલબ એ સરખી રીતે ફીટ નથી કરાઈ. જો પાર્ટનરનું પેનિસ વધારે સેન્સેટિવ હશે તો તેને આ કોઈલ વધારે મહેસુસ થશે.

શું સેક્સ દરમિયાન વજાઈનામાંથી અવાજ આવવો નોર્મલ છે?

સેક્સ દરમિયાન વજાઈનામાંથી આવતા અવાજોને વજાઈનલ ફાર્ટ્સ કહેવામાં આવે છે. આવું થવું બિલકુલ સામાન્ય છે. વજાઈનલ સેક્સ દરમિયાન તેમાંથી આવતાં અવાજોને રોકી શકાતા નથી. આમ થવા પાછળનું કારણ એ છે કે સેક્સ દરમિયાન હવા વજાઈનાની અંદર જાય છે. જે દબાણ સાથે બહાર આવે છે. આ સામાન્ય સ્થિતિ છે.

શું હું અઠવાડિયામાં પાંચ વાર હસ્તમૈથુન કરી શકું છું?

હા. આવું કરવું તે સ્વાસ્થ્ય માટે પણ સારૂં છે. જ્યારે પણ હસ્તમૈથુનની વાત આવે તો પુરૂષોનો જ વિચાર આવે છે પરંતુ તેનો મતલબ એ નહીં કે મહિલાઓને પણ હસ્તમૈથુન ન કરવું જોઈએ. 2009માં નેશનલ સર્વે ઓફ સેક્સ્યુઅલ હેલ્થ એન્ડ બિહેવિયર (NSSHB) તરફથી એક સ્ટડી કરવામાં આવી હતી. જેમાં એ વાત સામે આવી હતી કે આશરે 3 ટકા મહિલાઓ અઠવાડિયામાં 3 વાર અથવા વધારે હસ્તમૈથુન કરે છે.

શું હું યુવતીઓનું પોર્ન જોઈ ઉત્તેજના અનુભવી શકું?

યુનિવર્સિટી ઓફ ટોરન્ટો તરફથી સેન્ટર ફોર એડિક્શન એન્ડ મેન્ટલ હેલ્થમાં કરાવેલા રિસર્ચ અનુસાર એ વાત સામે આવી હતી કે પુરુષ કોઈ વસ્તુને જોઈને ઉત્તેજીત થાય છે એ પરથી તેમનું લૈંગિક અનુમાન લગાવી શકાય છે. જોકે, આ પરિસ્થિતિ મહિલાઓ સાથે નથી. કેટલીક મહિલાઓને બાદ કરતાં અન્ય વિપરીત સેક્સ ધરાવનાર પોર્ન જોઈને જ ઉત્તેજના અનુભવે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here