Advertisement

સર્દી અને ખાંસીથી બચવા માટે જો કોઇ ઘરેલુ ઉપચાર કરવામાં આવે તો તેનાથી બાળકોને ઘણો આરામ મળી શકે છે. આજનાં સમયમાં લોકો બોળકોને પણ તુરંત રાહત માટે દવાનાં મોટા ડોજ આપી રહ્યા છે. તમે જાણો છો કે દવાનાં મોટા ડોજ તમારા બાળક માટે કેટલા ખતરનાક સાબિત થઇ શકે છે. તેનાથી બચવા તમે ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરી શકો છો.

ઘરેલુ ઉપચાર


એક કપ સરસોનાં તેલમાં અજમો અને સમણની દસ કળીઓ લઇ તેને ગરમ કરો, ત્યાર બાદ તેના ઠંડા થયા બાદ બાળક ઉપર તદેની માલીસ કરો. સરસોનાં તેલમાં જંતુનાશક ગુણ હોય છે. તે બાળકને ઘણો આરામ આપશે. બાળકને ઋતુ મુજબ કપડા પહેરાવવા ખુબ જ જરૂરી છે. બાળકોને રોગથી દુર કરવા તેના હાથને વારંવાર ધોવા જરૂરી છે. ખાસ કરીને બાળકને કોઇ ખોરાક આપતા પહેલા હાથ સ્વચ્છ પાણીથી ધોવા જરૂરી છે. બાળકને ગરમ પાણીમાં ગોળ, જીરું અને કાળા મરીનો મિશ્રણ આપો. સર્દી, ખાસી અને ગળામાં તકલીફ હોય ત્યારે આ મિશ્રણ અસરકારક સાબિત થાય છે.

લસણની એક નાની કળી લો, તેને પીસી નાખો, થોડું મધ નાખી તેનો પેસ્ટ બનાવો. તેને દિવસમાં એક કે બે વાર આપો. બાળકોને સ્વચ્છ વાતાવરણમાં રાખો.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here