OMG! 11 વર્ષની બાળકીની આંખ માંથી નીકળું આવું કે ડોક્ટર્સ પણ રહી ગયા હૈરાન…

0
156
Advertisement
Loading...

બેંગલુરૂ, કર્નાટકની 11 વર્ષની બાળકીની આંખો માંથી મરેલી કીડીઓ નીકળી રહી છે. આ અજીબ બીમારી થી માત્ર બાળકી નાં પરિવારજનો જ નહિ પણ ડોક્ટર્સ પણ પરેશાનીમાં મુકાઈ ગયા છે કે આખરે આ બાળકીની આંખોમાં કીડીઓ કેવી રીતે પહોંચે છે અને પછી કેમ મરેલી કીડીઓ આંખની બહાર નીકળે છે. ડોકટરી ઈલાજથી તો કઈ ન થઇ શક્યું તો માં-બાપ હવે જ્યોતિષ પાસે પહોંચી ગયા છે.

10 દિવસોથી આંખથી નીકળી રહી છે કીડીઓ:

મામલો કર્ણાટકના દક્ષિણ કન્નડ જીલ્લાનો છે, જ્યાં 11 વર્ષની અશ્વિની એક અજીબ બીમારી થી પીડાઈ રહી છે. આગળના 10 દિવસોથી અશ્વિનીની ડાબી આંખમાંથી મરેલી કીડીઓ બહાર નીકળી રહી છે. બાળકી તેને લીધે ખુબ જ પીડા સહન કરી રહી છે સાથે જ તેના માતા-પિતા પણ પોતાની બાળકીની આવી હાલત જોઇને ખુબ જ પરેશાન છે.

અત્યાર સુધીમાં નીકળી ચુકી છે 60 કીડીઓ:

અત્યાર સુધીમાં અશ્વિનીની આંખોમાંથી 60 કીડીઓ નીકળી ચુકી છે. જેને લીધે તેને ખુબ જ દર્દ થાય છે. તેની આંખમાંથી લગાતાર પાણી નીકળી રહ્યું છે. કીડીઓને લીધે આંખમાં જલન થાય છે, પણ કોઈપણ કાઈ કરી નથી શકતા. ડોક્ટર્સ પણ તેનાથી હેરાન છે કે આખરે અવું તે કઈ રીતે બની શકે. ડોકટરોએ ઘણી એવી દવાઓ, આઈ ડ્રોપ્સ પણ આપ્યા પણ કઈ જ ફર્ક નાં પડ્યો.

આંખ માંથી કીડીઓ નીકળવાનું જ્યોતિષ કનેક્શન:

જ્યારે ડોકટરી ઈલાજ થી કોઈ રાહત ન મળવા પર ઘરના લોકો બાળકીને જ્યોતિષ પાસે લઇ ગયા. જ્યોતિષે જણાવ્યું કે અશ્વિની નાગદોષ થી પીડિત છે, જેને લીધે તેને આવું થઇ રહ્યું છે. કીડીઓ અશ્વિનીનાં કાન માંથી ઘુંસી જાય છે અને પછી તેની ડાબી આંખ માંથી બહાર નીકળે છે. જણાવી દઈએ કે અમુક સમય પેહલા જ અમેરિકાના ઓરેગન માં એક મહિલાની આંખો માંથી 14 જીવિત કીડાઓ નીકળ્યા હતા. મહિલા થેલજીયા ગ્લોસા નામની સંક્રમણની શિકાર હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here