હવે વરસાદની મજા માણો મેગીના ભજીયા સાથે

0
210
Advertisement
Loading...

સામગ્રી
૧ કપ બેસન
૨ નાની ચમચી કોર્ન ફ્લોર
૧ કપ બાફેલા મેગી
૨ નાના કાપેલા મશરૂમ
અડધો કપ ઝીણી કાપેલી કોબી
૧થી ૨ ઝીણી કાપેલા લીલા મરચા
૧ આદુ
૨ નાની ચમચી કોથમીર
૧/૨ નાની ચમચી મીઠું સ્વાદાનુસાર
૧/૪ નાની ચમચી લાલ મરચા
તેલ જરૂરિયાત મુજબ

રીત:
કોઈ એક વાસણમાં બેસન અને કોર્ન ફ્લોર નાખો, થોડુક પાણી નાખીને મિશ્રણ બનાવો, મિશ્રણને ૪થી ૫ મિનીટ સુધી રાખો.
આ મિશ્રણમાં મીઠું, લીલા મરચા, લાલ મરચું, કોથમીર, આદુ, મશરૂમ, કોબી, અને મેગીને સારી રીતે મિક્સ કરી લો.
કઢાઈમાં તેલ નાખીને ગરમ કરી લો, તેલ ગરમ થવા પર, ચમચીથી કે હાથ વડે આ મિશ્રણને કઢાઈમાં નાખો, ૪થી ૫ જેટલા ભજીયા કઢાઈમાં સમાઈ જશે. તેટલા જ નાખો.
ભજીયાને ઉલટાવીને બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તળેલા ભજીયાને કોઈ પ્લેટમાં કાગળ મુકીને નાખો.
ગરમા ગરમ ક્રિસ્પી મેગી ભજીયા તૈયાર છે. મેગીના ભજીયા સાથે ટમેટો સોસ કે લીલી ચટણી ખાઓ. ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે બેસનના મિશ્રણમાં કોર્નફ્લોર અને ૧ ચમચી બેકિંગ સોડા નાખી શકો છો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here