જાણો વાળમાં તેલ નાખતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

0
261
Advertisement
Loading...

સુંદર, લાંબા અને કાળા વાળની ઈચ્છા દરેક મહિલાની હોય છે. પરંતુ આવા વાળની દેખરેખ કરવી સરળ નથી હોતી. વાળને સ્વસ્થ રાખવા માટે તેલ માથામાં તેલ નાખવું સૌથી મહત્વપૂર્ણ છે. તેલ નાખવાથી વાળને ભરપૂર પ્રમાણમાં પોષણ મળે છે. તેલ લગાવતા સમયે ખાસ કરીને મહિલાઓ નાની-મોટી ભૂલો કરતી હોય છે, તેનાથી વાળનું પૂરતું પોષણ નથી મળતું. આમ કરવાથી વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. અહીં તમને કેટલીક એવી બાબતો જણાવીશું તે તમારે તેલ નાખતા સમયે ન કરવી જોઈએ.

1.નવ સેકાં તેલથી વાળની માલિશ કરો. આમ કરવાથી તેલ ઝડપથી વાળના મૂળ સુધી પહોંચે છે અને વાળને સંપૂર્ણ પોષણ મળે છે. પરંતુ તેલ ગરમ કરતા સમયે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે વધારે ગરમ ન થઈ જાય. તેનાથી પોષક તત્વો નષ્ટ થઈ જાય છે

2.વાળમાં તેલ લગાવતા સમયે હળવા હાથે મસાજ કરવું જોઈએ. વધારે જોરથી માલિશ કરવાથી વાળ ખરવાની સમસ્યા વધી જાય છે અને મૂળને પણ નુકસાન પહોંચે છે. આંગળીઓને ધીમેથી સર્ક્યુલર મોશનમાં તેલ લગાવો.

3.તેલ લગાવતા સમયે સૌથી પહેલા વાળમાંથી કાંસકા દ્વારા ઘૂંચ કાઢો, આમ કરવાથી વાળમાં તેલ સરળતાથી લાગી જાય છે અને ધોવા સમયે તે તૂટતા નથી.

4.ઘણીવાર લોકો પોતાના વાળમાં આંગળીથી તેલ લગાવે છે. પરંતુ હાલમાં જ થયેલા એક સર્વે અનુસાર, જો આંગળીઓ સ્વચ્છ ન હોય તો વાળ ખરવા લાગે છે. આથી બેસ્ટ છે કે કોટન બોલ દ્વારા તેલ લગાવો.

5.વાળમાં તેલ લાગેલું હોય કે ન હોય, ક્યારેય પણ તેને જોરથી ન બાંધવા જોઈએ. વાળને જોરથી બાંધવાથી તેના મૂળ કમજોર થઈ જાય છે, જેના કારણે વાળ ખરવા લાગે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here