એક એવો દેશ જ્યાં પત્ની બદલવાનો તહેવાર ઉજવાય છે!!! જુઓ તસવીરોમાં

0
723
Advertisement
Loading...

નાઈઝર, શું તમે ક્યારેય ‘વાઇફ સ્ટિલિંગ ફેસ્ટિવલ’ વિશે સાંભળ્યું છે? પશ્ચિમી આફ્રીકાના નાઈઝરમાં વૂડાબી નામની જનજાતિમાં આવો અજીબો-ગરીબ રીવાજ છે અહીના પુરુષોને લગ્ન કરવા માટે બીજાની પત્નીની પસંદગી કરવાની હોય છે.

વૂડાબી જાતિના લોકો દર વર્ષે આવા તહેવારની ઉજવણી કરે છે જેમાં ઘણી મહિલાઓ એકત્રિત થઇને મેદાનમાં બેસે છે. પરણિત મહિલાઓની સાથે આ ફેસ્ટિવલમાં કુંવારી મહિલાઓ પણ ભાગ લે છે. તમને જાણીને નવાઈ લાગશે આ તહેવારમાં મહિલાઓ નહી પરંતુ પુરુષોને તૈયાર થઇને આવવાનું હોય છે અને મહિલાઓનું મન જીતવા પુરુષોએ ઘણી મહેનત પણ કરવી પડે છે.

બીજાની પત્ની ચોરવાના આ ફેસ્ટિવલમાં મહિલાઓ પોતાના પાર્ટનરની પસંદગી કરે છે જેમાં મહિલાઓ પુરુષોના મેકઅપ, સુંદરતાથી લઇને તેમના ડાન્સને ધ્યાનમાં રાખીને પુરુષોની તુલના કરે છે અને પોતાના પાર્ટનરની પસંદગી કરે છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પુરુષો આખું વર્ષ મેહનત કરે છે તે માટે તમને સારો મેકઅપ કરીને સુંદર દેખાવાથી લઇને સારો ડાન્સ કરતા પણ આવડવું જોઈએ.

મહિલા દ્વારા પુરુષની પસંદગી કર્યા પછી તેમના સંબંધને માન્યતા આપવામાં આવે છે જો કોઈની પત્ની બીજા પુરુષની પસંદગી કરે તો તેના પતિએ આ નિર્ણયને સ્વીકારવો પડે છે. કુંવારી છોકરીઓને પણ પોતાના મનપસંદ સાથીની પસંદગી કરવાની સંપૂર્ણ આઝાદી હોય છે. અહી મહિલાઓને લગ્ન પહેલા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવાની આઝાદી હોય છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here