સાઇબીરિયાના ગામમાં બન્યું દુનિયાનું સૌથી ઠંડું સ્થળ, થરમોમિટર પણ તૂટી ગયું

0
290
Advertisement
Loading...

વર્ષ ૧૯૯૩માં ઉત્તરી હિમોસ્ફિયરમાં સૌથી નીચું તાપમાન -૬૭.૭ ડિગ્રી સે. રેકોર્ડ કરાયું હતું. આ તાપમાન અંત્યંત નીચું હોવાનું માનવામાં આવે છે. હાડ થિજાવતી ઠંડીમાં ઓઇમાઇયાકોનના લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અત્યંત ઠંડીના કારણે અહીં પેનની શાહી પણ જામી જાય છે, લોકોના ચહેરા પર બરફ જામી જાય છે અને બેટરીઓ કામ આપતી નથી. આ કારણોસર ગાડીઓ બંધ કરવામાં આવતી નથી. કારણ કે ગાડીઓ એક વખત બંધ થયા બાદ ફરીવાર ચાલું થતી નથી. સખત ધરતીના કારણે મૃતદેહને દફનાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

બોનફાયરના કારણે થોડી રાહત મળી રહી છે. જેમાં એક મોટા ખાડામાં ગરમ કોલસાને નાંખવામાં આવે છે.જ્યાં સુધી મૃતદેહ દફનાવવા લાયક ન બને ત્યાં સુધી બોનફાયર ચાલું રાખવામાં આવે છે. ઓઇમાઇયોકોનમાં સિટીમાં સખત ઠંડીના કારણે શરીર ધ્રુજવા લાગે છે. આ દુનિયાની જ નહીં પણ ધરતીની સૌથી ઠં.ડી જગ્યા છે. જ્યાં જાન્યુઆરી મહિનાનું તાપમાન -૫૦ ડિગ્રી છે. અહીં રહેતા સ્થાનિકોની પાંપણમાં પણ બરફ જામી જાય છે. એટલું જ નહીં સ્થાનિક બજારમાં લગાવેલું ડિજિટલ થરમોમિટર -૬૨ ડિગ્રી તાપમાન રેકોર્ડ કર્યા બાદ તીવ્ર ઠંડીથી બચી શક્યું ન હતું અને તૂટી ગયું હતું.

ઠંડી ન સહન થવાના કારણે થરમોમિટર તૂટી ગયું હતું. સાઇબીરિયાનું બીજું એવું ગામ છે ઓઇમાઇયોકોન. જ્યાં ધરતી પરની સૌથી વધારે ઠંડી પડે છે. જ્યાં માનવ વસવાટ છે. પરંતું, ધરતી પરથી સૌથી ઠંડી જગ્યા તો એન્ટાર્ક્ટિકા છે પણ ત્યાં કોઇ પ્રકારનો માનવવસવાટ નથી. હવામાન ખાતાએ -૫૯ ડિગ્રી તાપમાન નોંધ્યું છે. પણ સ્થાનિક લોકોનું માનવું છે કે, અહીંનું તાપમાન -૬૭ ડિગ્રી નોંધાય છે. જે અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે. આ પહેલાં ૧૯૯૩માં સૌથી નીચું તાપમાન -૧ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.

ઓઇમાઇયોકોન ગામના નામનો અર્થ એવું થાય છે કે, પાણી જે જામતું નથી. કારણ કે આ વિસ્તાર થર્મલ સ્પ્રિંગ ઉપર આવલો છે. અહીં પ૦૦ લોકોની વસતી છે. આ તમામ લોકોને વિશ્વના સૌથી સાહસિક લોકો પણ કહી શકાય છે. વર્ષ ૧૯૨૦-૩૦ વચ્ચે આ વિસ્તારમાં રેન્ડિયર પ્રાણીઓ રોકાણ કરતા હતા અને સ્પ્રિંગમાંથી આવતું પાણી પીતા હતા. આ કારણે આ ગામનું નામ ઓઇમાઇયોકોન પડયું છે. માછલીઓનો વેપાર કરનારાઓને અહીં કોઈ મોટા ફ્રીઝની જરૂર પડતી નથી.                                                                 પૃથ્વી પરનું સૌથી ઠંડું સ્થળ એન્ટાર્ક્ટિકાને સૌથી ઠંડું સ્થળ માનવામાં આવે છે પણ ત્યાં કોઇ માનવ વસાહત નથી. આ ગ્રામ્ય વિસ્તાર ઓઇમાઇયોકોનમાં જીવસૃષ્ટિ સંભવ છે. ઓઇમાઇયોકોન રશિયા પાસે આવેલું એક નાનકડું ગામડું છે. વર્ષ ૧૯૯૩માં – ૬૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે વર્ષ ૨૦૧૩માં એન્ટાર્ક્ટિકાનું તાપમાન -૯૪.૭ ડિગ્રી નોંધાયું હતું. મોટા ભાગના લોકોના સ્વાસ્થ્ય ઠંડીના કારણે જોખમાય છે. આ પ્રકારની સ્થિતિના કારણે સર્વત્ર બધું ઠપ થઈ ચૂક્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here