તાકાત અને યાદશક્તિ વધારવા અહીં પીવડાવામાં આવે છે માસિકનું લોહી ? જાણો કેમ

0
1387
Advertisement
Loading...

ભારતમાં પીરિયડ્સ સમયે મહિલાઓ પર અનેક પ્રકારના બંધનો લગાવવામાં આવે છે જેમ કે તે મંદિરમાં ન જઇ શકે કેમકે તે અશુદ્ધ હોય છે. આ સમયે મહિલાઓ અથાણાને અડી શકતી નથી નહીં તો તે પણ ખરાબ થઇ જાય છે. દુનિયાભરમાં પીરિયડ્સની સાથે અનેક પ્રથાઓ જાણીતી છે.

આજે અમે આપને આવી કેટલીક પ્રથાઓ જણાવી રહ્યા છીએ. મહિલાઓને રાખવામાં આવે છે ઘરથી દૂર…ઇન્ડોનેશિયાના બાલીમાં રહેનારી રસ્તાફેરીયન સોસાયટી, નાઇજિરિયાના કેટલાક ટ્રાઇબ્સ અને ભારતના દક્ષિણી ભાગમાં રહેનારા કેટલાક હિન્દુ ઘરોમાં પીરિયડ્સના સમયે મહિલાઓને ઘરથી દૂર રાખવામાં આવે છે. ઘરના સભ્યો અને મહિલાઓથી તેમને દૂર રાખવા માટે આવું કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ સમયે મહિલાઓ અશુદ્ધ થઇ જાય છે. એવામાં ઘરના લોકોનું તેમની સાથે રહેવું યોગ્ય ગણાતું નથી.

બાંગ્લાદેશ અને વેસ્ટ બંગાળના કેટલાક ભાગોમાં રહેનારા બોલ્સ સમાજના લોકો પ્રથાના નામે અનેક અજીબોગરીબ વસ્તુ કરે છે. અહીં યુવતીઓના પહેલાં પીરિયડ્સના લોહીને ગાયના દૂધમાં કપૂર અને નારિયેળનું દૂધ મિક્સ કરીને લોકોને પીવડાવવામાં આવે છે. માનવામાં આવે છે કે તેને પીવાથી તાકાત અને યાદશક્તિ વધે છે. હાલમાં આ પ્રથાને ઘણી વિવાદિત ગણવામાં આવી રહી છે.

પીરિયડ્સને લઇને નેપાળમાં યુવતીઓની હાલત ખરાબ છે. અહીં જો પીરિયડ્સ સમયે કોઇ મહિલા પુરુષને અડી પણ જાય છે તો તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં યુવતીઓ પીરિયડ્સ સમયે કોઇ લોખંડની ચીજ પોતાની સાથે રાખે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે છોકરીઓ પર ભૂત પ્રેતની અસર ન થાય.

ભારતના કેટલાક ઘરોમાં આજે પણ આ પ્રથા માનવામાં આવે છે. આ સિવાય બાલી, બાંગ્લાદેશ અને આફ્રિકાના કેટલાક દેશોમાં પીરિયડ્સ સમયે અનેક મહિલાઓ ખાવાનું બનાવી શકતી નથી. બનાવવાની વાત તો દૂર તે ખાવાનાને અડી પણ શકતી નથી.કહેવાય છે કે આમ કરવાથી ખાવાનું ખરાબ થઇ જાય છે. અનેક જગ્યાઓએ મહિલાઓ પીરિયડ્સ સમયે મંદિરમાં પણ જઇ શકતી નથી.

બાલી અને અન્ય કટ્ટર જ્યુડિશ સમાજમાં દરેક પીરિયડ્સના બાદ મહિલાઓને પવિત્ર થવા માટે નદીમાં સ્નાન કરવું પજે છે. આ પવિત્ર સ્નાનને મિક્વેહ કહેવામાં આવે છે.

કર્ણાટકમાં પહેલી વાર પીરિયડ્સ શરૂ થયા બાદ યુવતીઓને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. તેની આરતી ઉતારવામાં આવે છે અને લોકોને ભોજન કરાવવામાં આવે છે. આવી પ્રથા આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ કરવામાં આવે છે.

(Divyabhaskar)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here