જે લોકો આ માવો ખાય છે, તેઓ ૯૫ % તંબાકુ વાળા માવા છોડી દે છે….!!!

0
317
Advertisement
Loading...

સોની પર પ્રસારિત થતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી પ્રેરણા લઇ સમગ્ર ભારતમાં સૌપ્રથમ બબ્બે ગોકુલધામ સોસાયટીનું નિર્માણ કરનાર જૂનાગઢના “કાંતિભાઈ જાંજરુકીયા” એ હવે વ્યસન મુકિત અભિયાનને સાચી દિશા મળે તે માટે હર્બલ માવાનો આવિષ્કાર કર્યો છે.

તેઓ જણાવે છે કે ગુજરાતમાં અને એમાંયે સાૈરાષ્ટ્રમાં તંબાકુ વાળા માવા ખાવાનું વ્યસન વધુ જોવા મળે છે. નાના મોટા દરેક લોકો તમાકુ વાળા માવા ખાય છે. આવા માવા ખાવાથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે. ત્યારે આવા માવાના બંધાણીઓને આ વ્યસનથી છોડાવવા મેં હર્બલ માવાની શરૂઆત કરી છે.

આ અંગે હર્બલ માવા બનાવનાર કાન્તીલાલ જાંજરૂકીયાએ જણાવ્યું હતું સમગ્ર ભારતમાં હર્બલ માવા બનાવવાનો આ પ્રથમ અને સફળ પ્રયોગ છે. હર્બલ માવો ખાધા પછી 90 ટકા લોકોએ તમાકુ વાળા માવા ખાવાનું છોડી દીધું છે.

કઇ રીતે માવાનું વિતરણ કરાય છે ?

માવાના વિતરણની શરૂઆત 3 એપ્રિલથી કરવામાં આવી છે. 7 એપ્રિલ સુધી દરેક વ્યકિતને 2 -2 હર્બલ માવાનું ફ્રિમાં વિતરણ કરવામાં આવશે. આ માટે ઝાંઝરડા રોડ સ્થિત ઓમનગરમાં આવેલ ગોકુલધામ -2માં કાન્તીભાઇ જાંજરૂકીયાનો સવારના 8 થી 9 સુધીમાં સંપર્ક કરવાનો રહેશે. બાદમાં એક કિલો માવાનું પેકેટ 360ના ભાવે આપવામાં આવશે જેમાંથી 70 માવા બનશે.

કેવી રીતે લોકોના માવા છૂટે છે ?

કાંતિભાઈ એ અમને જણાવ્યું હતું કે માવા લોકો ખાય છે એ એક પ્રકારની ટેવ જ છે…માનસિક ટેવ !! આજથી ૨૦ વર્ષ પહેલા જયારે તમે તંબાકુનું નામ પણ નોતું સાંભળ્યું ત્યારે આપણે શું માવા વગર ન હતા જીવતા ? જો તમે તંબાકુ વાળા માવાની ટેવ પડી શકે છે તો આ હર્બલ માવાની ટેવ કેમ ના પડે ? આ રીતે, તમારું સ્વાસ્થ્ય અને આર્થિક પરિસ્થિતિ પણ સારી થવાની જ છે.

કાંતિભાઈ નું કાઉન્સેલિંગ :

કાંતિભાઈ ફક્ત માવા આપી ને છૂટી જતા નથી, તેઓ દરેક વ્યક્તિ સાથે વાત ચિત કરે છે અને ફીડ બેક પણ લે છે….સાથે સાથે તેઓ તેમણે માર્ગદર્શન પણ આપે છે અને વિયુલાઇએશન પણ કરાવે છે કે, તંબાકુ વગર ના માવાનું જીવન અને હર્બલ માવાનું જીવન કેવું હશે !! આ રીતે જે તે વ્યક્તિને વ્યાસન હોય છે તે લોકોમાં એક નૈતિક હિંમત આવે છે અને વ્યસન છોડવા માટે માનસિક તૈયારી બતાવી તેઓ તેમણે સંકલ્પિત પણ કરે છે !!

કોણ છે કાંતિ ભાઈ ??

કાંતિભાઈ પોતે, સૌરાષ્ટ્ર ના જુનાગઢ ના જ વાતની છે, માનવસેવા અને માનવતા ના કર્યો કરવા માટે તેમનું હૈયું અને હાથ હમેશા તત્પર રહે છે. એટલે જ તેઓ એ ગોકુલધામ – ૨ નામનો NGO શરુ કર્યો છે જેમાં તેઓ સ્વરછતા, એકતા, રાષ્ટ્રભાવના, લોક સ્વાસ્થ્ય જેવા સદગુણો સમાજમાં પ્રસ્થપિત થાય તેના માટે કામ કરે છે…!! અહી, તમે ફોટો માં જોઈ શકો છો કે કેવા કેવા પ્રકારના કામ તેમણે હાથે ધરેલા છે.

હર્બલ માવાની સામગ્રીની સાથે શરૂઆત માં સંકલ્પિત થયેલ મિત્રોની યાદી !!!

જૂનાગઢની આ સોસાયટી પણ તારક મેહતાની સીરીયલની જેમ ગોકુલધામ જ છે, પરંતુ ફરક એટલો છે કે પેલી રીલ ગોકુલધામ છે જયારે આ રીયલ ગોકુલ ધામ છે, તેથી જ આજકાલ ઘણા મીડિયા વાળા આ સોસાયટી અને કાંતિભીની મુલાકાત લેવા આવતા રહેતા હોય છે !!!

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here